Dabhoi

ડભોઇ એસ.ટી.ડેપો બહાર મુસાફરો નું વહન કરતા ઈકો ચાલકો વચ્ચે મારામારી

ડભોઇ નગર નાં એસ.ટી.ડેપો બહાર ઇકો ચાલકો ગેરકાયદેસર મુસાફરો ભરી ડભોઇ વડોદરા વચ્ચે ફેરા મારતા હોય તેમનો દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર ઇકો ચાલકો વચ્ચે બોલાચાલી અને ઝગડા જાહેર માર્ગ ઉપર થતા હોય છે.તેનું પ્રમાણ આપતા શનિવારે સાંજે બે ઇકો ચાલક વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વિડિઓ વાઇરલ થયો હતો. જેથી બનાવ સ્થળે લોકટોળા જામ્યા હતા.અને જિલ્લા પોલીસ ધ્વારા સિક્યોર સિકયુરિટી યોજના ના કેમેરા લગાવેલ પોલ નીચે જ તમાશો થવા પામ્યો હતો.
સમગ્ર રાજ્યમા જાહેરમા ભય નું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. લુખ્ખા તત્વોને લઇ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ડભોઇ નગર નાં એસ.ટી.ડેપો વિસ્તારમાં ડેપો બહાર અડિંગો જમાવી બેસતા અને ગેરકાયદેસર રીતે મુસાફરો ભરી વાહન કરતા ઇકો ચાલકો વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી રહે છે. શનિવારે સાંજે તો બે ઇકો ચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવા બાબતે મગજમારી, ગાળાગાળી થઈ અને છુટ્ટા હાથ ની મારામારી સુધી પહોંચી ગઈ હતી.જેથી જાહેર માર્ગ પર તમાશો જોવા લોકટોળા જામ્યા હતા.તો બીજીબાજુ લોકો માં ભય નું વાતાવરણ ઊભું થવા પામ્યું હતું.જોકે બાદ માં પોલીસ ની મધ્યસ્થી થી સમાધાન થયું હોવાનું જાણવા મળે છે.પરંતુ આવા તત્વો ઉપર ડભોઇ પંથકમાં લગામ ક્યારે લાગશે તે જોવાનું રહ્યું.

ડભોઇ પોલીસ ચોકી ઘટના થયાના માત્ર 20 મીટર દૂર છે.ત્યારે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ રહી છે તો બીજી તરફ એસ.ટી.ડેપો ની બહાર થી જ મુસાફરો ભરતા એસ.ટી વિભાગ ને પણ આર્થિક ફટકો વાગે છે એસ.ટી વિભાગ પણ મુક પ્રેક્ષક અને લાચાર બની તમાશો જ જોતું હોવાની લોક ચર્ચા થઈ રહી છે.જ્યારે જીલ્લા ટ્રાફિક પોલીસ ની મીઠી નજર હોવાથી ઈકો ચાલકો અવાર નવાર જાહેર મા જ તમાશા કરતા હોવાનું ફલિત થવા પામ્યું હતું.

Most Popular

To Top