રાજ્યભરના આરોગ્ય વિભાગના હંગામી કર્મચારીઓ પાછલા 15 દિવસોથી પડતર પ્રશ્નોની માંગણીઓ ને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેની સામે આવશ્યક સેવામા રહેલા હડતાળીયા કર્મચારીઓને સરકાર ધ્વારા તાકીદે કામ પર ચઢી જવા કડક સુચનો કરાયા હતા. તેમ છતા પણ પોતાની માંગણીઓને લઈ હડતાળ પર રહેલા ડભોઇ આરોગ્ય વિભાગના પણ 42 હંગામી કર્મીઓને છુટા કરવાનો આદેશ આપી દેતા તેમના પરિવારમા ચિંતા વ્યાપી જવા પામી છે.
રાજ્ય ભરના આરોગ્ય વિભાગના મસ્ટર પરના હંગામી કર્મચારીઓના જુથની સરકાર સામે પોતાની પડતર માંગણીઓ ને લઈ હડતાળ ચાલી રહી છે. જેઓ રોજરોજ કાર્યક્રમો સાથે ગાંધીનગર ખાતે ભેગા થઈ બેનરો અને સુત્રોચ્ચારો કરી,bધરણા પ્રદર્શન કરી પોતાની માંગણીઓ સ્વીકારવા સરકાર પર દબાણ લાવી રહ્યા છે.ત્યારે સરકારે આવશ્યક સેવાથી વિમુખ રહી હડતાળમા જોડાયેલા કર્મચારીઓ ને તાકીદે નોકરી પર ચડી જવાના સુચનો કર્યા હતા. તેમ છતા પણ પોતાની માંગણીઓને લઈ લડત આપતા કર્મચારીઓ ટસ થી મસ ના થતા આખરે દરેક તાલુકા સ્થળે કામ પર ના ફરનારા કર્મચારીઓ ને તાલુકા આરોગ્ય અધિકારી ની સહી સાથે ના લેખિત આદેશ મા ખાતાકીય પરીક્ષા પાસ ના કરેલ હોવાના કારણ સાથે વ્યક્તિગત રીતે જુદાજુદા આદેશ પત્રો પાઠવી છુટા કરવાનો આદેશ અપાયા છે.તેમ છતા લડત મક્કમ રીતે આગળ વધારવામા જ આરોગ્ય કર્મચારીઓ એ નેમ લીધી હોય તેમ લડત મા જોડાયેલા જ રહ્યા છે.
