Dabhoi

ડભોઇમા સિમેન્ટ વિના ગ્રીટ, સુરખી, ચુના અને તાંબાના સળીયાથી જૈન જ્ઞાન મંદિરનુ નિર્માણ

ડભોઇ: ડભોઇના જૈન વાગા ખાતે રુપિયા ત્રણ કરોડના ખર્ચે બે માળનુ ચાર હજાર સ્કે.ફુટ lનુ ભુકંપ અને બોમ્બ રક્ષીત મુક્તાબાઇ જ્ઞાન મંદિરનુ નિર્માણ થઈ રહ્યુ છે. જૈન સંપ્રદાયના આચાર્ય કીર્તિયશ સુરેશ્વરી મહારાજની નિશ્રામા પાંચ વર્ષથી જ્ઞાન મંદિર નુ કામ ચાલી રહ્યુ છે.હજુ એક વર્ષ સુધી કામ ચાલે તેમ હોય વર્ષ 2026 મા જૈન જ્ઞાન મંદિર નુ લોકાર્પણ થાય તેવી આશા સેવાઇ રહી છે. જૈન જ્ઞાન મંદિરનુ નિર્માણ અલાયદા પ્રકાર નુ હોય ગુજરાત મા પ્રથમ ઇમારત બનશે.
જૈન મુની જંબુસરી મહારાજ ધ્વારા આઠ દાયકા અગાઉ જ્ઞાન શાળા શરુ કરાઇ હતી.જેમા 80 વર્ષ થી સુવર્ણ સહીથી લખાયેલા અને સચવાયેલા 20 હજાર ગ્રંથોને 400 વર્ષ સુધી સાચવી શકાય તે માટે રક્ષીત ઇમારત જૈન મુનિ જંબુસરી મહારાજના પત્નિ મુક્તાબાઇના નામે જ્ઞાન મંદિર બનાવવામા આવી રહ્યુ છે. ઇમારતના ભવ્ય અને બેનમુન બાંધકામ માટે મુંબઈ થી 60 લાખ રુપિયાનુ તાંબુ મંગાવાયુ છે.જ્ઞાન મંદિર ના નિર્માણ મા 50 ફુટ જમીનમા પાઇપ નાખી તાંબાના સળીયાથી એક માળ સુધી તાંબાના 15 પિલર ઉભા કર્યા છે. બિલ્ડીંગ નિર્માણમા તાંબાના સળીયાથી પિલર,ગ્રીટ,સુરખી, અને ચુનાથી સિમેન્ટ વગર તૈયાર કરાઇ રહ્યુ છે. કર્ણાટક થી મંગાવાયેલા ચુનાને ગ્રીટ અને સુરખી સાથે એક દિવસ અગાઉ પલાળી મિક્સર તૈયાર કરાય છે.nસ્લેબ પણ સિમેન્ટ વગર ઇંટોથી જ ભરવામા આવે છે. જ્ઞાન શાળામા આઠ દાયકા ઉપરાંતથી સિસમના બોક્સમા ધાર્મિક ગ્રંથો અને પત્રો સચવાયેલા છે. કહેવાય છે કે આ ગ્રંથોમા સોનુ બનાવવાની રીત, આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત સહીત અમુલ્ય જ્ઞાન છુપાયેલુ છે.ગ્રંથો મા શુ લખેલુ છે, તે ઉકેલી શકાય તેમ ના હોવાથી તેની વિડીયો ગ્રાફી અને ઝેરોક્ષ કાઢી જૈન સમાજના ધર્મચારીઓ અને અભ્યાસુ યુવાનોને રીસર્ચ માટે પણ અપાય છે.આમ જૈન સમાજના ધાર્મિક, સમાજીક,સાંસ્કૃતિક વારસાના જતન માટે ડભોઇ જૈનવગા ખાતે જ્ઞાન મંદિર નામની બેનમુન રક્ષીત ઇમારત તૈયાર થઈ રહી છે.

Most Popular

To Top