ડભોઇ: 06 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામા આવી હતી. ત્યારથી 06 એપ્રિલના રોજ ભાજપાનો સ્થાપના દિન તરીકે ઉજવાય છે.1951મા સ્થપાયેલા જનસંઘમાથી ભાજપાનો જન્મ થયો હતો.અનેક ચઢાવ ઉતાર માથી પાર પડેલી પાર્ટી વર્તમાન સમયમા દેશની નંબર-1 પાર્ટી બની જવા સાથે દેશના મોટાભાગના રાજ્યો, શહેરો, નગરો અને જીલ્લાઓમા સત્તાધારી પાર્ટી બની જવા સાથે સૌથી મોટુ સંગઠન ધરાવે છે.
ભારતીય જનતા પાર્ટી જે જનસંઘમાથી સ્થાપના થઈ હોય પ્રથમ તો દેશમા માત્ર બે જ બેઠકો જીતી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી ઝઝુમતી હતી.સમય જતા આર.એસ.એસ. અને વી.એચ.પી.જેવા હિ ન્દુવાદી સંગઠનોના સથવારે તેમજ અયોધ્યા જેવા સંવેદનશીલ મુદ્દાને લઈ દેશમા નામના કરવા સાથે સંગઠનનો વ્યાપ વધારતા આખરે અનેક રાજ્યો, જીલ્લાઓ, શહેરો, મહાનગર પાલિકા,નગર પાલિકાઓ સહીત તાલુકા અને ગ્રામપંચાયતો પર પણ સત્તા હાંસલ કરવામા સફળતા મેળવી કોંગ્રેસ lને હાંસિયામા ધકેલી દીધી હતી. ત્યારે 06 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા,પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ભાજપ શહેર પ્રમુખ દિક્ષિતભાઈ દવે,પાલિકા પ્રમુખ બિરેન શાહ,માજી શહેર પ્રમુખ ડૉ.સંદીપભાઈ શાહ સહિત ભાજપાના હોદ્દેદારો કાર્યકરો અને ચુંટાયેલા પ્રતિનિધીઓએ પાર્ટીના ઝંડા સાથે ભારત માતાકી જય ના જયઘોષ સાથે રંગેચંગે ઉજવણી કરી હતી.
