ડભોઇ: ભારતીય જનતા પાર્ટી,આદિવાસી સમાજ,દલિત સમાજ સહિતના જુદાજુદા સંગઠનો ધ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિ નિમીત્તે એ.પી.એમ.સી.બહાર આવેલ બાબાસાહેબ આંબેડકરની આખા કદ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી કેક કાપી સુત્રોચ્ચારો પોકારી ઉજવણી કરાઇ હતી. આંબેડકર જયંતી ની ઉજવણી માટે ડભોઇના ધારાસભ્ય અને ભાજપા ના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
14 મી એપ્રિલ એટલે કે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ.ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિ નિમીત્તે ડભોઇ મા તેઓની પ્રતિમા પાસે ભાજપાના પદાધિકારીઓ સાથે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય શશીકાંત ભાઇ પટેલ,જીલ્લા ભાજપા મહામંત્રી ડૉ.બી.જે. બ્રહ્મભટ્ટ, જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલ, ડભોઇ શહેર ભાજપા પ્રમુખ દિક્ષિત દવે,પૂર્વ પ્રમુખ ડૉ.સંદિપભાઇ શાહ,પાલિકા પ્રમુખ બિરેનકુમાર શાહ, નાણાપંચ સમિતિના ચેરમેન વિશાલ શાહ,ભુપેન્દ્રભાઇ પટેલ સહીત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી “ જબતક સુરજ ચાંદ રહેગા,બાબા તેરા નામ રહેગા “ જેવા સુત્રો પોકારી ઉજવણી કરાઇ હતી.જે બાદમા કેક કાપી બાબાસાહેબના જન્મ દિન નિમિત્તે ઉપસ્થિતો ને કેક ખવડાવાઇ હતી.આમ ડૉ.બાબાસાહેબ આંબેડક ની જન્મ જયંતિની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.
