Dabhoi

ડભોઇમા તૈયાર એસાઇમેન્ટ પર નિર્ભર વિદ્યાર્થીઓ પાયાના શિક્ષણમા ઠોઠ

ડભોઇ: સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમા ધોરણ 01 થી 09 અને 11મા છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓના પેપર પરીક્ષાના બે માસ અગાઉ બજારમા મળતા એસાઇમેન્ટ આધારીત તૈયાર કરાતા હોય છે. જેથી 80 ટકા પ્રશ્ન પેપર એસાઇમેન્ટ આધારીત જ હોવાથી વિદ્યાર્થીઓ પણ એસાઇમેન્ટ પર જ નિર્ભર થઈ રહ્યા છે. જેથી વાર્ષિક શિક્ષણનો હેતુ જ મરી પરવાર્યો છે.જ્યારે ગ્રાંન્ટેડ શાળાઓના ધોરણ 01 થી 08 ના પેપર જીલ્લા શિક્ષણ સમિતિ ધ્વારા તૈયાર થતા હોય અને ધોરણ 09 થી 11 ના પેપર જીલ્લા આચાર્ય સંઘ માથી તૈયાર થતા હોય વિદ્યાર્થીએ કરેલી તૈયારીઓ અને અભ્યાસની ખરી કસોટી થાય છે.
“ શિક્ષણ છે આ કોઇ વેપાર નથી,વિદ્યા મંદિર કહીએ છીએ કોઇ બજાર નહી,મોલ ભાવ નો આ કારોબાર નથી,શિક્ષણ છે આ કોઇ વેપાર નથી “ તેમ અજ્ઞાત કવિ ધ્વારા આજ ના શિક્ષણ ના થઈ રહેલા વેપારીકરણ પર કરેલ વ્યંગ યથાર્થ થઈ રહ્યો છે.કારણ કે માતાપિતા પોતાના વ્હાલસોયા બાળકો ને સારુ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા માટે બધુ જ કરી છુટે છે.જેમા ગ્રાન્ટેડ શાળાઓ મા નજીવી ફી મા ભણતા બાળકો નુ પરીણામ ખુબજ નીચુ આવતુ હોય છે.ત્યારે ગરીબ પરીવારને પોતાનુ બાળક નબળુ લાગે છે.તે સામે નોન ગ્રાન્ટેડ (સ્વનિર્ભર) શાળાઓ મા ભણતા બાળકોનુ પરીણામ ઉંચી ટકાવાળી સાથે સામે આવતુ હોય છે.જેથી વાલીઓ મા પોતાના બાળકો પ્રત્યે વાત્સલ્ય નિતરતુ રહે છે.પરંતુ બાળક પરીક્ષા અગાઉ મળતા એસાઇમેન્ટ ના સહારે સારા પરીણામથી પાસ થયા હોય છે. તેનુ પેપર પણ એસાઇમેન્ટ ને બંધ બેસતુ જ નિકળતુ હોવાથી એક રીતે પેપર અગાઉ થી જ ફુટી ગયેલુ પણ કહીએ તો ખોટુ નથી.જેથી વિદ્યાર્થીઓનો પાયો જ નબળો રહે છે.કારણ કે બોર્ડ ની પરીક્ષા માટે ધોરણ 08 અને 09 એ પાયો ગણાય છે.જ્યારે વિદ્યાર્થી બોર્ડ ની પરીક્ષા મા ઉંચી ટકાવારીએ પાસ થાય છે, ત્યારે તેને મોંઘીદાટ કોન્સેપ્ટ સ્કુલ મા શહેર તરફ પ્રયાણ કરવા વાલીઓ દેખાદેખી અને મજબુરી મા પણ સ્થળાંતર કરે છે.કરણ કે ડભોઇમા JEE, GUCET,NEETના વિષયોનુ પરીણામલક્ષી ભણતર ઉપલબ્ધ નથી.જેથી વાલીઓને પોતાના બાળક ના ભવિષ્યની ચિંતા વડોદરા શહેર તરફ દોરી જાય છે.ત્યારે ડભોઇનુ હીત ધરાવતા શિક્ષણવિદોએ નગર ના બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરવાની જરુર છે.જેથી નગર ના બાળકો ને ઘર આંગણે સુચારુ અને પરીણામલક્ષી શિક્ષણ મળી રહે.

માતાપિતા જો ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં શિક્ષણ અપાવે તો આર્થિક ફાયદા સાથે બાળકો નું શિક્ષણ પાયામાંથી મજબૂત રહે

ગ્રાન્ટેડ કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો અભ્યાસ પાઠય પુસ્તક આધારિત હોવાથી પાયો ખુબજ મજબૂત હોય છે.પરીક્ષા માટે પેપર જીલ્લા શિક્ષણ વર્તુળ માંથી જ નીકળતા હોય છે.અને ખુબ જ ગોપનીય હોય છે.સામાન્ય ફી માં ભણતા બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ જ લેતા હોય છે.પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ બતાવતા માતાપિતા જો ગ્રાન્ટેડ કે સરકારી શાળા માં શિક્ષણ અપાવે તો આર્થિક ફાયદા સાથે બાળકો નું શિક્ષણ પાયા માંથી મજબૂત રહે.માટે વાલીઓ માં જાગૃતતા જરૂરી છે.

યોગેશભાઈ આર.પટેલ
શ્રી દયારામ કેળવણી મંડળ,ડભોઇ
મદદનીશ શિક્ષક એડ મિનિસ્ટ્રેટર

Most Popular

To Top