ડભોઇ lમા સિંધિ સમાજ ધ્વારા ભગવાન જુલેલાલના જન્મોત્સવ ચેટીચંદ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી હતી.ચેટીચંદના પર્વને લઈ સવારથી વિવિધ કાર્યક્રમોનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ. વડોદરી ભાગોળ ખાતે આવેલા જુલેલાલ મંદિરને લાઇટ, ડેકોરેશન અને ધજાપતાકા તેમજ મંડપથી શણગારવામા આવ્યુ હતુ. સાંજે જુલેલાલ મંદિરેથી બળદગાડા બેંડબાજા સાથે સિંધિ સમાજ ધ્વારા ભગવાન જુલેલાલની શોભાયાત્રા કઢવામા આવી હતી. જે શોભાયાત્રા વડોદરી ભાગોળથી નીકળીને દુધીયાપીર, કંસારા બજાર,ટાવર થઈ લાલબજાર થી વકીલ બંગલા થઈ હીરાભાગોળ પહોંચી પુર્ણાહુતિ કરવામા આવી હતી.
ચૈત્રસુદ બીજ એટલે ચેટીચંદનું પર્વ.આ દિવસને સિંધિ સમાજ ધ્વારા સમગ્ર દેશમા પ્રતિવર્ષ ભારે ઉત્સાહ, ઉમંગ સાથે ભગવાન જુલેલાલના જન્મોત્સવની ઉજવણી કરવામા આવે છે.આ પ્રસંગે ડભોઇ સિંધિ સમાજ ધ્વારા નગરમા પોતાના ધંધા વેપાર બંધ રાખી પર્વની ઉજવણી કરવામા આવે છે. સિંધિ સમાજ આ દિવસે પોતાના નવા વર્ષનો પ્રારંભ પણ કરે છે.”ચેટી એટલે ચૈત્ર માસ અને ચંદ એટલે ચંદ્રમા” ચૈત્રમાસ ની સુદ બીજને દિવસે ચંદ્રની શિતળ છાયામા ભગવાન જુલેલાલ સાહેબનો જન્મ થયો હોવાથી આ પર્વને ચેટીચંદ ના નામથી ઓળખવામા આવે છે. ડભોઇમા વસતા સિંધિ સમાજ ધ્વારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ભગવાન જુલેલાલ ના જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી.સવારથી ભગવાન જુલેલાલ ના મંદિરે સત્સંગ બાદ બપોરના ભંડારો ,સાંજના શોભાયાત્રા નીકળતા આયોલાલ જુલેલાલ ના નાદ સાથે દાંડિયાના તાળે સિંધિ સમાજના ભાઇ બહેનોએ શોભાયાત્રામા મનમુકીના ઉમંગ ઉલ્લાસથી ઉજવણી કરતા નગરજનોમા શોભાયાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ.
સમગ્ર કાર્યક્ર્મ નુ સંચાલન સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઇ ભોજવાણીના મર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો અને વડીલોએ સફળતા પુર્વક પાર પાડવામા આવ્યુ હતુ.આમ ભગવાન જુલેલાલના જન્મોત્સવની ડભોઇમા ખુબજ શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી.