Dabhoi

ડભોઇમાં MGVCLનો કોન્ટ્રાક્ટ પૂરો થતા અદાણી પાવરના મીટર લગાડવાની શરૂઆત

ડભોઇ: ” રીચાર્જ કરો અને વીજળી વાપરો ” મધ્ય ગુજરાત વીજ કંપણી લીમીટેડનો કોન્ટ્રાક્ટ પુરો થતા હવે રાજ્ય સરકાર ધ્વારા અદાણી પાવરને કોન્ટ્રાક્ટ અપાતા નવા સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત વીજ કર્મીઓ ના ઘેર થી જ કરાઈ છે. ત્યારે હવે ના સમય મા સ્માર્ટ મીટરો લાગશે તો લોકો ના ખિસ્સા ખાલી થઈ જશેનો ડર ડભોઇ વાસીઓને પણ સતાવી રહ્યો છે.
રાજ્ય સરકારના તાબાની વીજ કંપની નો કોન્ટ્રાક્ટ જ્યારે પ્રથમવાર ખાનગીકરણ કરી રાજ્યમા ચાર ઝોનમા કોન્ટ્રાક્ટ પધ્ધતિથી અપાયો હતો.જેમા ઉત્તર,પુર્વ,દક્ષીણ અને મધ્ય ગુજરાત વિજ કંપનીના નામ અપાયા હતા.જે બાદ મા સામાન્ય વિજ બીલ બમણુ થઈ જવા પામ્યુ હતુ.જો કે તે સામે વિજ સેવા મા સુધારો આવ્યો હોવાથી અને ચાર વખત મીટર બદલાવા છતાં લોકો એ સ્વીકારી લીધુ હતુ.પરંતુ ચાર માસ અગાઉ વડોદરા શહેર મા સ્માર્ટ મીટર લગાવતા દાટ વાળ્યો હતો.
સામાન્ય અને ગરીબ પરીવારો ના ઘેર સુવિધા સંપન્ન વિજ સાધનો નો વપરાશ પણ ના હોવા છતા હજારો રુપિયા ની બીલ આવ્યા હતા.જેના કારણે ખુબજ વિરોધ થવા પામ્યો હતો. જેથી સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી પડતી રખાઇ હતી.ત્યા હવે ડભોઇ માં અદાણી પાવર ના કોન્ટ્રાક્ટ માં નવા સ્માર્ટ વિજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે.જેમાં વિજ કર્મીઓના ઘેર થી જ તેનો શુભ આરંભ કરાયો છે.જે બાદ માં ઉધોગિક ક્ષેત્રો અને કારખાનાઓ,દુકાનો માં લગાડશે.ત્યાર બાદ રહેઠાણ મકાનો પર લગાડવાના આયોજન કરાયું હોવાનું જાણવા મળેલ છે. જે માટે રાજકીય અગ્રણી, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસ મા લેવા મિટિંગ પણ કરાઈ હોવાનું જાણવા મળેલ છે.માર્ચ માસ ના પુરા થતા હિસાબી વર્ષ બાદ અદાણી ને વીજ વિભાગનો કોંટ્રાક્ટ અપાતા વિજ વિભાગ ના બદલાયેલા કોન્ટ્રાક્ટ થી લોકો ની ચિંતા મા વધારો થવા પામ્યો છે.
બે માસ અગાઉ ગુજરાત મિત્ર માં સ્માર્ટ મીટર નો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.
ગત તા – 13/02/2025 ના રોજ ડભોઇ થી ગુજરાત મિત્ર માં વીજ કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાશે અને અદાણી પાવર ના સ્માર્ટ મીટર લાગશે તે રીતે નો સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આખરે ગુજરાત મિત્રનો અહેવાલ સચોટ ઠરતા વાચકો એ સમાચાર ની સત્યતા ને વખાણી હતી.

Most Popular

To Top