ડભોઇમાં રખડતા કુતરા અને રખડતા ઢોરોનો ત્રાસ
ડભોઇ: ડભોઇના રબારી વાગામાં રખડતા હડકાયા કુતરાએ ૧૫ જેટલા વટેમાર્ગુઓને બચકા ભરતા નગરમાં ભયનો માહોલ સર્જાયો છે.
નગરપાલિકા પાસે રખડતા ઢોર અને રખડતા શ્વાન માટે કોઈ આયોજન ન હોવાને કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. શ્વાને બચકા ભરેલા ઈસમોને લોહી નિતરતી હાલતમાં સરકારી દવાખાને લઈ જવામા આવ્યા હતા અને દવાખાના માં એક વખતે અફરાતફરી મચી જવા પામી હતી. એક સાથે આટલા બધા દર્દીઓ અને એમના સગાસંબંધીઓથી દવાખાનું ઉભરાઈ ગયું હતું. નગરપાલિકા રખડતા શ્વાનનો કોઈ કાયમી ઇલાજ કરે એ સમયની માંગ છે.