ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ તા – 05/09/2025
ડભોઇમાં વિતેલા ૨૪ કલાકમાં વરસાદે નગર અને તાલુકાને રીતસર ઘમરોળી નાખ્યું હતું. મુશળધાર વરસી પડેલા વરસાદને કારણે નગરની અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા.ઘરોમાં પાણી ભરાઈ જતા ઉમા સોસાયટીના વિફરેલા રહીશોએ શિનોર ચોકડી ચક્કાજામ કર્યો હતો.

ડભોઇ મહુડી ભાગોળ બહાર,રેલ્વે નવાપુરા,નગર પાલિકા શોપિંગ સેન્ટર,સેવા સદન,કોર્ટ,અસંખ્ય સોસાયટીઓ સહિત નીચાણવાળા વિસ્તારો મુશળધાર વરસાદને કારણે જળબંબાકાર બન્યા હતા. રેલ્વે નવાપુરાના કેટલાક ઘરો માં વરસાદી પાણી ઘૂસી જતા રાતભર ઉજાગર કરવાનો વારો આવ્યો હતો.ત્યાં તો ઉમા સોસાયટીમાં પણ કેડ સમા પાણી ભરાઈ જતા વિફરેલા રહીશોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. જેથી પાલિકાના સદસ્યો અને પોલીસ તંત્ર રહીશો ને સમજાવવા દોડી આવ્યું હતું.નગર પાલિકા શોપિંગ, જેઠવાની શોપિંગ સેન્ટરના વેપારીઓની હાલત પણ કફોડી બની હતી.આમ વરસાદે રીતસર ડભોઇને ઘમરોળી નાખતા તંત્ર દોડતું થયું હતું .
તસવીર: સઈદ મનસુરી, ડભોઇ