ડભોઇ: ડભોઇ પંથકમાં આગામી 29મી એપ્રિલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ભગવાન પરશુરામજીનો જન્મ દિવસ હોય ભવ્ય શોભાયાત્રાની તૈયારીના ભાગ રૂપે ડભોઇ બ્રાહ્મણ સમાજ અને આગેવાન યુવકો દ્વારા પૂર્વ આયોજન હેતુ બેઠક નર્મદા પાર્ક ખાતે યોજાઈ હતી.
ડભોઇ ખાતે આગામી 29મી એપ્રીલનાં દિવસે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.શોભાયાત્રા પ્રસંગે મોટી સંખ્યા બ્રાહ્મણ સમાજના યુવકો અને આગેવાનો જોડાય તે સાથે સાથે આયોજનમાં કોઈ ક્ષતિ નાં રહે તે હેતુ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક માં શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, બંકિમ જોશી, પ્રવીણ જોશી,bપાલિકા પ્રમુખ બીરેન શાહ, નાણાપંચ સમિતિના ચેરમેન વિશાલ શાહ, સહિતનાં આગેવાનો અને યુવકો વચ્ચે એક બેઠક પૂર્વ આયોજનનાં ભાગ રૂપે નર્મદા પાર્ક મળી હતી. જેમાં શોભાયાત્રાનું આયોજન, રૂટ કામગીરીનું વિશ્લેષણ સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.