Dabhoi

ડભોઇમાં પસંદગીના સ્થાનો જ ચોખ્ખા, અન્યત્ર ગંદકી

ડભોઇ: ડભોઈ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારમા રજુઆત કરી ડભોઈ નગરપાલિકાને ગ્રાંટ અપાવી છે. નગરપાલિકાના સત્તાધીશો પણ ગ્રાંટ અપાવે છે. નગરપાલિકા ડભોઈને કૃત્રીમ સુંદર બનાવી સ્વચ્છતાનો એવોર્ડ જિતવાનો પ્રયાસ કરે છે. ખરેખર ડભોઇને દર્ભાવતી બનાવવા આખા ડભોઇને સ્વચ્છ બનાવવા કમર કસવી પડે. સ્વચ્છતા ટીમ સામે ડભોઇને લાલી પાવડર લગાવી પસંદગીના સ્થળો બતાવવામા આવે છે . જેની ચર્ચા ચૌરે ને ચૌટે ચર્ચાઈ રહી છે ઉપરોક્ત તસ્વીર પંચવટી સોસાયટીના નાકાની છે. જેની કચરા પેટી કચરો હજમ કરી શકી નથી ને દંડવત પ્રણામ કરી જમીન પર પડી છે. ત્યારે આ કચરા માટે કોને જવાબદાર ગણી દંડ વસુલ કરવો જોઈએ એવી એક ચર્ચા પણ ઉઠવા પામી છે. નગરજનો પાસે કચરો જાહેરમા નાંખનાર સામે દંડનુ હથિયાર ઉગામનાર નગરપાલિકા પાસે કચરાનો દંડ વસુલાવો જોઈએ ? ડભોઇ નગરને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરજનોની છે, તો નગરપાલિકાના સેનેટરી વિભાગની જવાબદારી નથી ?

Most Popular

To Top