ડભોઈ: ડભોઈ નગર પાલિકાની ડ્રેનેજ શાખાના કર્મચારીઓ , ડ્રેનેજ સમિતિના ચેરમેન અને સુપરવાઈઝરો જાણે ફાટી ને આકાશે ગયા હોય એમ ડભોઇને નર્કાગાર બનાવી દીધું છે. ડભોઈ નગરપાલિકા ના વોર્ડ નં ૨ ના સદસ્યને ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકામાં ઉપ પ્રમુખનુ પદ આપેલું હોવા છતાંય વોર્ડ ની ડ્રેનેજ સમસ્યા યથાવત છે. આ વિસ્તારમાં ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાય છે અને લોકો નર્ક માં રહેતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે
સૌથી શરમજનક વાત એ છે કે આ વિસ્તારમાં માં મૈયત થતા આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના ચિફ ઓફીસર અને પ્રમુખ સહિતના જવાબદારોને ફોન કરી સમસ્યા જણાવી પણ કોઈ નિરાકરણ નહીં આવતા વોર્ડ નં ૨ ની સ્મશાન યાત્રાને લઈ જતાં લોકોને ફરજિયાત ડ્રેનેજના ગંદાપાણીમાંથી પસાર થવુ પડ્યું હતું. જે જોઈ આ વિસ્તાર ના લોકો સતાધિશો અને કર્મચારીઓને રીતસરના કોસી રહ્યા છે કે મોત નો મલાજો તો જળવવો જોઈએ
ચૂંટણી આવવા દો વ્યાજ સહિત વસુલ કરીશુ
ડભોઈને જાણે દર્ભાવતી બનાવવુ જ નથી એમ ડ્રેનેજની સમસ્યા નુ નકકર સમાધાન થતું નથી આ ની સાથે વોર્ડ નં ૪ ના રેલવે નવાપુરા માં પણ આ જ સ્થિતિ જોવા મળે છે કહે છે ડ્રેનેજ શાખા ને ડભોઈ ને દર્ભાવતી બનાવવા માં રસ નથી એવું સાબિત થાય છે . આ બનાવ બાદ વોર્ડ નં ૨ માં નગરસેવકો સામે લોકો નો રોષ ફાટી નિકળ્યો છે લોકો એમ કહી રહ્યા છે ચૂંટણી આવવા દો વ્યાજ સહિત વસુલ કરીશુ ડભોઈ નગરપાલિકા ના સતાધિશો પણ સતા ના નશા માં મદ બની ગયા છે અને નગરજનો ની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે જે ના પડધા આવનાર સમય માં કેવા પડશે એ જોવું રહ્યું