ડભોઇ: ગુજરાત ચૂંટણી પંચ ધ્વારા ગુજરાતની ૮૩૨૭ ગ્રામ પંચાયતની છેલ્લા અઢી ત્રણ વર્ષથી બાકી ચૂંટણી જાહેર થતા રાજકારણ ગરમાયુ છે. ડભોઈ lની ૨૮ ગ્રામ પંચાયતમા છેલ્લા કેટલાય સમયથી વહીવટદારો મલાઈ ખાઈ રહ્યા હતા. ચૂંટણી જાહેર થતાં વહીવટદાર રાજનો અંત આવી ગયો છે
ડભોઇ તાલુકાની કજાપુર , કુકડ , ચનવાડા , કુંવરપુરા , આસોદરા , અમરેશ્વર , ધર્મપુરી , નાગડોલ , મંડાળા , થુવાવી , કુંઢેલા , સાઠોદ , ટીંબી , તરસાણા , રસુલપુર , પુનિયાદ ,મોટા હબીપુરા કોઠારા લિંગસ્થળી , કનાયડા , મેનપુરા , પણસોલી , શિરોલા , સિમળીયા , અકોટી , બોરીયાદ ગામડી (ક) અને કરણેટની ચૂંટણી જાહેર થતા રાજકીય મુરતિયાઓમા ખુશી જોવા મળી છે. જાણવા મળ્યાં મુજબ ૯ જુને ફોર્મ ભરવાની શરૂઆત, ૨૨ જુને મતદાન અને ૨૫ જુને પરીણામની જાહેરાત થશે. જાણવા મળ્યાં મુજબ જે ગ્રામ પંચાયતમા ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યાં આજ થી જ આચારસંહિતા લાગુ પડી જશે. આવનાર સમયમા તાલુકા નુ રાજકારણ ગરમાશે એ નકકી છે !