થોડા દિવસ પહેલા મોરબીના ટંકારાના વાધગઢ ગામે પુરુષ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યો જ નહોતો, જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા.
દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા હતા. બાદ સવારમાં ઉઠ્યા નહોતા, નહ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠ્યા નહોતા. જેથી સરકારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર થયું હતું.
જીવનશૈલી અને ખાવાની ટેવ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે.
હાર્ટ એટેક જેવા ઘણા રોગો ખતરનાક અને જીવલેણ હોય છે. આનાથી બચવા માટે, સૌથી મહત્વની બાબત એ છે કે દિનચર્યામાં સુધારો કરવો અને શરૃઆતમાં જ તેમને ઓળખવામાં સક્ષમ થવું. આવી સ્થિતિમાં, જો પરિવારમાં કોઈને ૫ પ્રકારના લક્ષણો દેખાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ બધા હૃદય રોગના એલર્ટ સંકેતો હોઈ શકે છે