નાયબ કલેકટર જમીન સુધારણા શાખા કલેકટર કચેરી વડોદરાના પત્ર આધારે મામલતદાર (કૃષિ પંચ) ડભોઇ ધ્વારા તૈયાર કરેલ રીપોર્ટ અનુસાર જીલ્લા કલેક્ટર કચેરીએથી ફોજદારી કાર્યવાહીનો હુકમ કરતા ખોટુ પેઢીનામુ કરી ખેડુત બનેલા ભોજવાણી બંધુઓ વિરુદ્ધ ડભોઇના મામલતદાર (કૃષિપંચ) ધ્વારા પોલીસ ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રાજકારણમા ભારે ગરમાવો આવી જવા પામ્યો છે.
ડભોઇમા અદાવતનુ રાજકારણ વેરની વસુલાતની ચરમસિમાએ પહોંચ્યુ છે.ત્યારે ગત માસે કરણેટ ગામે ઔરસંગ નદીના પટમા રેતી ખનન મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને આવ્યા હતુ. જેમા લુંટ,ધાકધમકી અને એટ્રોસિટીની સામસામે ક્રોસ ફરીયાદો થઈ હતી. જે આરોપીઓ હજુ સુધી પોલીસમા હાજર થયા નથી.ત્યાતો કોંગ્રેસના જીલ્લા ઉપપ્રમુખ અને પાલિકાના સિનીયર નગર સેવક સુભાષભાઇ દૌલતરામ ભોજવાણી અને તેઓના ભાઇ ભરતભાઇ દૌલતરામ ભોજવાણી બન્ને રહે.વડોદરી ભાગોળ, પાસે,ડભોઇની સામે પોતે જન્મજાત ખેડુત છે. તેમ બતાવવા માટે કાવતરુ રચી ગત તા-20/07/2007 ના રોજ કસ્બા તલાટી ડભોઇ રુબરુ સુમનદાસ અમુલદાસ ભોજવાણી નુ તૈયાર કરેલ ખોટુ પેઢીનામુ રજુ કરી જેમા કમળાબેન સુમનદાસ ના પૌત્ર હોવાનુ કસ્બા તલાટી ડભોઇ સમક્ષ ખોટી વિગતો દર્શાવતુ પેઢીનામુ,સરકારી રેકર્ડ રજુ કરી સરકારી કામે ખોટી વિગતો રજુ કરી લાભ મેળવવાનો પ્રયત્ન કરેલ હોવાની ફરીયાદ થવા પામી છે .ડભોઇ નગર પાલિકાના સિનીયર કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા શુભાષભાઇ ભોજવાણી સામે પોલીસ ફરીયાદ થઈ હોવાની વાત વહેતી થતા તેમજ ભોજવાણી બંધુઓ પોલીસ સ્ટેશન મા પોતાના પુરાવાઓ અને જવાબ રજુ કરવા હાજર થયેલા હોવાથી કોંગ્રેસના હોદ્દેદારો અને સાથે મિત્રો પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.જેથી ડભોઇ મા રાજકારણમા ભારે ગરમાવો આવી જવા પામ્યો છે.
ભોજવાણી બંધુઓ જન્મજાત ખેડુત છે કે કેમ તે બાબતે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે
ડભોઇ ના ભોજવાણી બંધુઓ વિરુદ્ધ જન્મજાત ખેડુત ના હોવાથી ખેતીની જમીન વેચાણ લેતા તેઓ સામે સિતપુર ગામના ઇસ્માઇલભાઇ છીતુભાઇ મલેકે વાંધા અરજી કરી નોધ રદ્દ કરવાની માંગ કરતી અરજી આપી હતી.જે બાબત સ્થાનિક કચેરીએથી કલેકટર અને હાઇકોર્ટ સુધી પહોંચી હતી. જેમા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા તા-03/08/2015ના રોજથી ઓરલ ઓર્ડર થી મનાઇ હુકમ આપવામા આવ્યો છે.