ડભોઇ: ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી ડભોઇ વડોદરા રેલ્વે લાઇન પરથી ધસમસતી ટ્રેનની અડફેટે આવી ગયેલા યુવાન નું મોત નીપજ્યું હતું.બનાવ ની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના છૂટા પડેલા અવયવોને ભેગા કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી આગળ ની તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન પર થી પગપાળા જઈ રહેલા યુવાનને ધસમસતી ટ્રેન અડફેટે લીધો હતો. ટ્રેન ની અડફેટે આવેલા યુવાનના કપાયેલા અવયવો અને મૃત શરીર ઘટના સ્થળથી એક કી.મી.થી પણ વધુ અંતરેથી મળી આવ્યું હતું. નજરે જોનાર લોકોએ પોલીસને જાણ કરતા લાશ પાસે પહોંચી મરનારની ઓળખ છતી કરી હતી. ટ્રેનની અડફેટે મૃત્યુ પામનારા યુવકનું નામ રાજુભાઈ છગન ભાઈ રાઠોડિયા,ઉં.વ.30,રહે. પલાસવાડા,તા.ડભોઇ હોવાનું જણાયું હતું. જેથી લાશ નું પી.એમ.કરવાની તજવીજ સાથે તેના વાલી વારસોને જાણ કરવા સહિત આગળ ની તપાસ હાથ ધરી છે.