ડભોઇ : વડોદરાનું દંપતી ડભોઇ થી વડોદરા પોતાની કાર લઈ ને જતા હતા.ત્યારે કારમા યાંત્રિક ખામી સર્જાતા કારમા આકસ્મિક રીતે આગ લાગી હતી. જેના કારણે કારમાંથી જીવ બચાવવા ઉતાવળે બહાર નીકળતા દંપતીને હાથે પગે અને શરીરે આગથી ઇજા પહોંચી હતી.જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા ની ખાનગી હોસ્પિટલ મા સારવાર અર્થે લઈ જવાયા હતા.
ડભોઇથી વડોદરા જતા કારમાં પલાસવાડા પાસે ધુમાડા દેખાતા ચાલકે સમયસુચકતા વાપરી કારને માર્ગની બાજુ માં ઉભી કરી દીધી હતી.તેમજ કારમા સવાર ચાલક અને તેઓની પત્ની નીચે ઉતરી સલામત અંતરે ખસી દુર ઉભા રહી જતા કોઇ જાનહાની થવા પામી નહોતી.
કાર રનીંગ હોવાથી તેમજ પવન ના સુસવાટા સાથે આગે હરણફાળ ભરતા આગળના બન્ને ટાયરો પણ ભડભડ સળગવા લાગ્યા હતા.આકસ્મિક રીતે લાગેલ આગનુ સ્વરુપ ઘાતક નિવડે એ પહેલા જ કારના ચાલકે કાર માર્ગ ની બાજુ માં ઉભી કરી પોતાની પત્નિ સાથે તેડી કાર માંથી બહાર નીકળી ગયા હતા.જો કે સમયસુચકતા સાથે દંપતીએ પોતાના બચાવમાં કરેલી ઝડપી કામગીરીને લઈ ને આબાદ બચાવ થવા સાથે કોઇ જાનહાની થવા પામી ના હતી.ફાયર ફાઇટર ને જાણ કરી હતી.જેથી થોડીજ વારમા લાયબંબા આવી જતા આગ પર કાબુ કર્યો હતો.જો કે ફાયર ફાઈટર આવતા પહેલા જ કાર આગ ની જવાળાઓમાં સમેટાઈ ને ભસ્મીભૂત થઈ ગઈ હતી.જેથી કારને મોટુ નુક્શાન થવા પામ્યુ હતુ.
