તક્ષ પટેલને વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવતા તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો

ડભોઇ: ડભોઇ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ અગ્રણી ભાવેશ પટેલના પુત્રના વિચારોથી પ્રભાવિત થઈ વડાપ્રધાન ધ્વારા શુભેચ્છા પત્ર પઠવાતા આખાય તાલુકા માં ખુશી જોવા મળી છે.

તક્ષ કુમાર ભાવેશભાઈ પટેલ (મુ.પો. નડા, તા.ડભોઈ, જી.વડોદરા) બીએપીએસ સ્વામિનારાયણ વિધ્યા મંદિર. બોડેલી જી. છોટાઉદેપુર ખાતે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર ખાતે યોજાયેલા” પ્રેરણા” કાર્યક્રમમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી બે બે વિદ્યાર્થીઓ સહિત કુલ 20 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તક્ષ કુમારે સાયન્સ લગતા વિજ્ઞાનના વિચારો સુંદર રીતે રજૂ કરતા તેઓના વિચારોથી પ્રભાવિત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લેખિત લેટર લખી શુભકામનાઓ પાઠવી છે.

દેશના વડાપ્રધાનનો શુભેચ્છા લેટર મળતા ભાવેશભાઈ પટેલ નડાવાળાના પુત્ર આટલી ઊંચાઈ સુધી જે વિચારો રજૂ કરી રહ્યા છે જેનાથી પ્રભાવિત થઈ સમગ્ર નાનુ ડભોઇ તાલુકાના નડા ગામ અને આજુબાજુના વિસ્તારના ગામોના રહીશો વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવવા દોડી આવ્યા હતા. સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો…