Dabhoi

ડભોઇના ધારાસભ્ય હસ્તે 3.81 કરોડ રુપિયાના વિકાસ કામોનુ ખાતમુહુર્ત કરાયુ

વડોદરા કપુરાઇ ચોકડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતા ચાર માર્ગીય રસ્તાને છ માર્ગીય બનાવવા, રતનપુર અને કેલનપુર ગામો પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવા તેમજ થુવાવી વી.યુ.પી.ની કામગીરી કરવા, ડભોઇ ફ્લાય ઓવરની કામગીરી, ડભોઇ-તિલકવાડા-દેવલીયા ચાર માર્ગીય રસ્તાની રીસર્ફેસીંગની કામગીરી કરવા રાજ્ય સરકાર ધ્વારા રુપિયા 3.81.86 કરોડની ગ્રાંન્ટ ની ફાળવણી થઈ છે.ત્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે વિકાસના કામોના ખાતમુહુર્ત કરાયુ હતુ.
ગુજરાત રાજ્યમા પર્યટન ક્ષેત્ર નો વિકાસ કરવા,સમય અને ઇંધણ ની બચત સાથે લોકોને સુવિધાઓ આપવા, પર્યટન ક્ષેત્ર ના ગામો અને તે વિસ્તારમા વસતા લોકો વિકાસના સહભાગી થાય તેવા ઉમદા આશય સાથે રાજ્ય સરકાર ધ્વારા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામા આવ્યુ છે.ત્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા હસ્તક ફરતીકુઇના પુડા પાસે પ્રથમ ચરણ મા વિકાસ ના કામો માટે ફાળવાયેલા રુપિયા 381 કરોડના કામોનુ ખાતમુહુર્ત કરાયુ હતુ.જેથી વિસ્તારના લોકોમા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલ(વકીલ), જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, ડભોઇ શહેર ભાજપના માજી પ્રમુખ ડૉ.સંદિપભાઇ શાહ સહિત અનેક આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top