Dabhoi

ડભોઇના ખાંડિયાકુવાથી નીકળતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડા પડ્યા

કેનાલમા ઝાડી ઝાખરા ઉગી નિકળેલા હોવાથી તેના મુળીયા મજબુત થતા નર્મદા કેનાલમા તિરાડો પડી રહી છે

ડભોઇ: ડભોઇ તાલુકાના ખાંડિયાકુવાથી નીકળતી નર્મદાની પોર ઊંટિયા બ્રાન્ચ કેનાલ છેક પોર સુધી જાય છે. આ 20 કી.મી.થી વધુ વિસ્તારને આવરી લેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ કેનાલ છે. ત્યારે . કેનાલમા ઝાડી ઝાખરા ઉગી નિકળેલા હોવાથી તેના મુળીયા મજબુત થતા નર્મદા કેનાલમા તિરાડો પડી રહી છે. નર્મદાની કેનાલોનો વહીવટ કરવા ડભોઇ ખાતે આવેલી નર્મદા કોલોની કચેરીએથી માત્ર 15 કી.મી.નું જ અંતર હોવા છતાં સ્થળ તપાસ કરવા કોઈ અધિકારી ફરકતા નથી.bએટલુજ નહી આ કેનાલ પર આગળ તપાસ કરતા આગળ જતી કેનાલ પર ઝાડી ઝાંખરાના ઝુંડ ઉગી નીકળેlw હોય તેમજ કેનાલમાં ગાબડા પડેલા હોય નર્મદાના અધિકારીઓ ની સ્પષ્ટ બેદરકારીનો નમુનો જોવા મળી રહ્યો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કરોડોની ગ્રાંટો ઓહીયા કરીને નર્મદા યોજના પૂર્ણ થઈ છે. તેના પાછળ નુ કારણ ભ્રષ્ટ અને કામચોર કર્મીઓ હોવાનુ બહાર આવી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા નિગમમા કાર્યરત મોટાભાગના કર્મીઓ પોતાની કચેરીમા બેસીને જ કામ કરતા હોય નર્મદા કેનાલ ની દુર્દશા તેમને નજરે ચડતી નથી.પરિણામે આવા ઝાડી ઝાખરા ઉગી નીકળવાને કારણે કેનાલો ના પાળા સમયાંતરે નબળા પડે છે. ત્યારે નર્મદાની કેનાલ મા ગાબડુ પડ્યાની બુમો સંભળાય છે.

કેટલીક વાર અચાનક પડેલા આવા ગાબડાને કારણે ધરતીપુત્રોએ કરેલી ખેતીમા નર્મદા કેનાલના પાણી ફરી વળતા ખેડુતનો ઉભો પાક નષ્ટ થવાના દાખલા પણ છે જ.ત્યારે ખરેખર નર્મદા કેનાલો પરથી ચોરી થયેલા લાખો ટન લોખંડ,નર્મદા કેનાલના પાણીની થતી ખુલ્લેઆમ ચોરી કે પછી નર્મદા કેનાલ પરના બાવળના ઘટાદાર વુક્ષો ના છાશવારે થતા ગેરકાયદેસર કટીંગ, આ બધુ આમ ને આમ થતુ નથી એ પણ હકીકત છે.ત્યારે યુ.પી.ની જેમ ગુજરાતમા પણ કામચોર કર્મીઓને સરકારે રડારમા લેવા પડશે ત્યારે નર્મદા યોજના સાર્થક થશે અને કોઇ કેનાલમા ઝાડી ઝાંખરા નજરે નહી પડે તેમજ કેનાલો ની બેદરકારી રાખનારા જવાબદારો ને પોતાની ફરજ નું ભાન થશે.

સઈદ મનસુરી ડભોઇ (ફોટા)

Most Popular

To Top