ડભોઈ માં ભગવાન શ્રીકૃષ્ણ ( શૈલેષ મહેતા ) કયારે શિશુંપાલ ( ? ) નો કયારે વધ કરશે એવી સોશિયલ મીડીયા પોસ્ટથી રાજકીય ચર્ચાનો ચોરો ગરમ
ડભોઈમા છેલ્લી બે ટર્મથી ભાજપનો વિધાનસભામાં વિજય થયો છે. ડભોઇ ધારાસભ્ય તરીકે શૈલેષ મહેતાની કર્મભૂમિ બન્યું છે . ત્યારે પ્રખર હિંદુત્વના હિમાયતી શૈલેષ મહેતાને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પર લખાયલી પોષ્ટમા ધારાસભ્ય માટે દિલમા માન હોવાનુ જણાવી કષ્ણ ભગવાન ક્યાં લગીને શિશુપાલને બચાવશો એવા સવાલ કર્યા છે. વધુ મા જણાવ્યા મુજબ હવે ડભોઈ શહેર મા જે હિંદુત્વ ની વિચારધારા વાળા લોકો ને જે સહન કરવુ પડે છે એમા ભગવાન આપ શ્રી ભાગીદાર છો. હવે ધણો બધો અત્યાચાર થઇ રહ્યો છે. એમાં આપ શ્રી કુષ્ણ ભગવાન આંખ આડા કાન ન કરશો અને હવે સમય આવી ગયો છે , શિશુપાલ નો વધ કરો. એવુ ના થાય કે દરેક હિન્દુઓની મર્યાદાનો બાંધ તૂટી જાય એવી એવી સૂચક ગંભીર સૂચના પણ આપવામા આવી છે .
ડભોઈ મા છેલ્લા કેટલાય સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળે છે. ડભોઈમા જે હિન્દુ વિચારધારા ને માને છે અને અનુસરે છે એ લોકો મા પણ નારાજગી જોવા મળે છે ડભોઈમા ચૌરે ને ચૌટે શિશુપાલ કોણની ચર્ચા ઓ તોફાની હવાની જેમ ચર્ચા ના એરણે છે હવે જોવુ રહ્યુ કે ભગવાન શ્રી કૃષ્ણ ( શૈલેષ મહેતા )શિશુપાલ નો વધ કરશે કે પછી…..!!