ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ:
ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામની નવી નગરીમાં ઢાઢર અને દેવ નદીના પૂર ના પાણી એ તારાજી સર્જી છે. પૂરના પાણીથી અમરેશ્વર ગામ બેટ માં ફેરવાયું છે.ડભોઇથી વાયા સીમળીયા ખેરવાડી રસ્તા પર ઢાઢરના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે.

ઢાઢર અને દેવ નદીમાં ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે પૂર આવ્યું છે. પૂરના પાણી કોતર મારફતે અમરેશ્વરની નવીનગરીના ઘરોમાં ફરતા થયા હતા.ખેતરો અને કોતરો જળબંબાકાર થઈ જવા પામ્યા છે. દૂર દૂર સુધી પૂરના પાણી જ નજરે પડતા હોય અમરેશ્વર બેટ માં ફેરવાઈ ગયું છે.
જ્યારે ડભોઇથી વાયા ખેરવાડી વાઘોડિયાનો રસ્તો પૂરના પાણી ફરી વળતા બંધ કરાયો હતો. નજીકના બાંબોજ વિરપુરા, સુરતીપુરા, ડાંગીવાડા સહિતના ગામોમાં પણ પૂરના પાણી થી લોકો નુ રોજિંદુ કામકાજ ખોરવાઈ ગયું હતું. પાણીનું સ્તર સતત વધવાને કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા.અમરેશ્વરની નવીનગરીના લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો અપાયો હતો.સરપંચ નિલેશભાઈ વસાવાએ ગામના યુવાનો સાથે પુરગ્રસ્ત લોકોની સરાહનીય મદદ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આમ ઢાઢર અને દેવ નદી એ ડભોઇ તાલુકા ના સાત જેટલા ગામોને બેટમાં ફેરવી નાખ્યા હતા.
તસવીર: સઈદ મનસુરી , ડભોઇ