Vadodara

ડભોઇથી વાઘોડીયા જતી એસ.ટી.બસ છાશવારે ખોટકાઇ જતા વિદ્યાર્થીઓમા ભારે રોષ

ડભોઇથી વાઘોડીયા જતી એસ.ટી.બસના કાયમી તાયફા થઈ રહ્યા છે. જેમા સવારના છ વાગે અને બીજી આઠ વાગે બસ મુકાય છે.ત્યારે વહેલી સવારે ડભોઇથી વાઘોડીયા જતી એસ.ટી.બસ મા પારુલ યુનિવર્સીટીમા એન્જીનીયરીંગ કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ભરેલી બસ સીમળીયા નજીક ખોટકાઇ જતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બનવા પામતા ડભોઇ ડેપો ના વહીવટ સામે વિદ્યાર્થીઓમા ભારે રોષ જોવા મળ્યો હતો.
ડભોઇ એસ.ટી.ડેપો નો વહીવટ એટલે “ ધકેલ પંજે દોઢસો “ જેની સાબિતિ ડભોઇ વાઘોડીયા જતી એસ.ટી.બસો જ આપી રહી છે. ડભોઇથી એસ.ટી.બસ મા વાઘોડીયા પારુલ યુનિવર્સીટી, સુમનદિપ વિદ્યાપીઠ અને એમ.ટી.આઇ.કોલેજ ખાતે અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ મુસાફરી કરી રહ્યા છે. એ સિવાય વાઘોડીયા જી.આઇ.ડી.સી. ની જુદીજુદી કંપણીઓમા નોકરી ધંધા અર્થે રોજીરોટી રળવા પણ અસંખ્ય મુસાફરો એસ.ટી.બસ મારફતે પહોંચી રહ્યા છે..જેથી ડભોઇ ડેપો ને પણ સારી આવક થઈ રહી છે .પરંતુ તે સામે મુસાફરોને સુવિધાને બદલે દુવિધા ઉભી થઈ રહી છે. છાશવારે ખોટકાતી ખખડધજ બસોથી મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન હાલ છે. ત્યારે આજરોજ ડભોઇ થી વાઘોડીયા જતી એસ.ટી.બસ જેનો નંબર – GJ-18-Z-3388 સીમળીયા નજીક ખોટકાઇ ગઈ હતી.જેને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ટાણે જ રઝળી પડ્યા હતા.જેથી ડભોઇ ડેપોના વહીવટ સામે મુસાફરો મા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. વિકાસ ની વાતો એસ.ટી. બસ ના રેઢીયાળ વહીવટ સામે પોકળ સાબિત થઈ હતી.

Most Popular

To Top