સગીરાની એકલતાનો લાભ લઈ તળાવની પાળે લઈ જઈ વિધર્મી અવાર-નવાર શારીરિક સુખ માણતો હતો
ઠાસરા મથકે ફરીયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી બિલોદરા જેલ હવાલે કરાયો..
ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલા રવાલિયા ગામની સીમમાં એક સગીરા સાથે વિધર્મી ઈસમ છેડછાડ કરતા ઝડપાઈ ગયો હતો. જે મામલે તેની સામે પોક્સો એક્ટ અંતર્ગત છેડતીની ફરીયાદ નોંધાઈ અને તે પછી તપાસ દરમિયાન ઈસમે અગાઉ પણ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ અને પોક્સો અંતર્ગત દુષ્કર્મની પણ કલમો ઉમેરાઈ હતી. જો કે, આ છેડતીની ઘટના બની, તે પછી પરીવાર સહિત ગ્રામજનોએ આ દુષ્કર્મીનો અર્ધનગ્ન વરઘોડો કાઢી અને ઠાસરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપીને જેલ હવાલે કર્યો છે.
મહુધાના એક ગામનીક 17 વર્ષિય સગીરા સીમ વિસ્તારમાં પાણી ભરવા ગઈ અને ત્યાંથી નજીકમાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ સીમ વિસ્તાર ભેગો થતો હોય, આ સગીરા કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન પાછળથી આરોપી જાવેદખાન હિદાયતખાન પઠાણ આવી ગયો હતો અને સગીરાનો હાથ પકડીને તળાવની પાર તરફ લઈ જવાનો પ્રયાસ કરી અને સગીરાને શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જે મામલે સગીરાના પરીવારને જાણ થઈ ગઈ અને સગીરાના પિતાએ ઠાસરા પોલીસ મથકે આ જાવેદ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. જે સમયે આ ઘટના બની તે વખતે સગીરાના ભાઈએ આરોપી જાવેદને ઝડપી પાડ્યો હતો અને બાદમાં ગ્રામજનોએ આ જાવેદને અર્ધનગ્ન અવસ્થામાં ચાલતા રોડ પરથી લઈ જઈ અને ઠાસરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ મામલે સગીરાના પિતાની ફરીયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની કસ્ટડી દરમિયાન પૂછપરછ કરી અને તે પછી સગીરાની પૂછપરછમાં આ વિધર્મી ઈસમ અગાઉ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેથી પોલીસે પહેલા પોક્સોમાં છેડતીનો ગુનો નોંધ્યા બાદ તેમાં દુષ્કર્મની કલમો પણ ઉમેરી છે. પોલીસે આરોપીની કસ્ટડી પૂરી થતા તેને કોર્ટમાં રજૂ કરી અને બિલોદરા જેલ હવાલે કર્યો છે.
સગીરાના ભાઈએ વિધર્મીને ઝડપી પાડ્યો
18 ઓગસ્ટે સગીરા કુદરતી હાજતે જઈ રહી હતી, તે દરમિયાન તે લિંબા તળાવ પાસે જતી હોય અને તેની પાછળ આ વિધર્મી જાવેદ જતો હતો અને જબરજસ્તી તેને નિર્વસ્ત્ર કરી રહ્યો હતો. જ્યાં આ સગીરાનો ભઆઈ હાજર હતો અને તેને જોઈ આરોપી જાવેદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યાં સગીરાના ભાઈએ તેને ઝડપી પાડ્યો હતો અને તેના પિતાને જાણ કરી હતી. જે બાદ સગીરાના પરીવારજનો અને અન્ચ પરીચિતો સ્થળ પર પહોંચી અને આરોપી જાવેદને ઠાસરા પોલીસ મથકે સોંપી આવ્યા હતા.
આરોપીને જામીન ન મળવા જોઈએઃ ડૉ. મિલન પટેલ
આ સમગ્ર મામલે ઠાસરાના નેશના સામાજીક આગેવાન ડૉ. મિલન પટેલે જણાવ્યુ હતુ કે, હિન્દુ દિકરીઓ સાથે લવજેહાદના કિસ્સા વધી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે પહેલા છેડતી અને તપાસ દરમિયાન દુષ્કર્મની કલમો ઉમેરી છે. ત્યારે આ નરાધમોને જામીન ના મળવા જોઈએ, આવનાર સમયમાં હિન્દુ દિકરીઓના રક્ષણકાજે હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવનાર છે. હિન્દુ દિકરીઓને ટાર્ગેટ કરી આ મુજબ છેડતી અને દુષ્કર્મ કરવામાં આવી રહ્યા છે, જેથી આ બિનાઓ રોકવા ધાક બેસે તે મુજબ તાકીદે સજા થાય તે જરૂરી છે.