
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેર ટ્રાફિક શાખા-પૂર્વ પશ્ચિમ દ્વારા જાહેર રોડ પર વાહન ચલાવતા વાહન-ચાલકો દ્વારા સિગ્નલ ભંગ કરતા તથા રોંગ સાઈડ જોખમી રીતે વાહનો ચલાવતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અન્વયે ડી.એમ.વ્યાસ, મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા પશ્ચિમ તથા જે.આઈ.વસાવા, મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા-પૂર્વની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા વર્ષ-2025 દરમ્યાન ટ્રાફિક સિગ્નલ ભંગના કરતા વાહન ચાલકો વિરુધ્ધ એમ.વી.એક્ટ-119,177 મુજબ ઇ-ચલણ-13536 આપવામાં આવ્યા છે. રોંગ-સાઈડના વાહન ચલાવતાં વાહન ચાલકો વિરુધ્ધ એમ.વી.એક્ટ કલમ-119, 184,177 મુજબ 66,813 ચાલકોને ઈચલણ આપવામાં આવ્યા હતા.
