ડમ્પર ચાલક ફોન પર વાત કરી રહ્યો હતો :
બાઈક પર સવાર બે પૈકી એકનું મોત એક ઈજાગ્રસ્ત :
વડોદરા શહેરમાં સવારે 7 થી 1 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનો પૂરપાટ દોડી રહ્યા છે. ત્યારે શહેરના લક્ષ્મીપુરા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે એક ડમ્પર ચાલકે બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં બે પૈકી એક યુવાનનું મોત થયું હતું. સર્જાયેલા અકસ્માતને પગલે ઘટનાસ્થળે સ્થાનિક કોર્પોરેટર અને પોલીસ દોડી આવી હતી. અને ઈજાગ્રસ્તને તુરત સારવાર અર્થે ખસેડયો હતો. જ્યારે ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવવામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવી છે. ભારદારી વાહનો પર દિવસ દરમિયાન પ્રવેશબંધી હોવા છતાં પણ આ ભારદારી વાહનો નીતિ નિયમનોને મૂકી શહેરમાં પ્રવેશી રહ્યા છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા સ્વામી વિવેકાનંદ હેલ્થ પાસેથી પસાર થઈ રહેલ ડમ્પરના ચાલકે બાઈક સવાર બે યુવકોને લીધા હતા સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર બે પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું કસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા સ્થાનિક કાઉન્સિલર શ્રી રંગ આયરે તેમજ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ સહિત સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો બીજી તરફ માતેલા સાંઢની ગતિએ દોડી રહેલા ભારદારી વાહનો સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
નોંધનીય બાબત છે કે વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટે સવારે 7થી બપોરે 1 અને સાંજે 4થી રાતે 9 વાગ્યા સુધી નો એન્ટ્રી છે. તેમ છતાં ભારદારી વાહનો શહેરમાં નિયમોના ધજાગરા ઉડાવી પ્રવેશી રહ્યા છે અને આવા અકસ્માતમાં નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પણ ડમ્પર ચાલક ફોન પર વાત કરી રહ્યો હતો તે વાત તેણે પોતે કબૂલી છે. હાલતો પોલીસે ડમ્પર કબ્જે કરી ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.