વડોદરા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા પોલીસને ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના જવાનો માટે ઉનાળામાં પાણી,છાસ સહિત દરેક જંકશન પર પહોંચાડવા માટે આધુનિક વાહન આપવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં ટ્રાફિક સંચાલન સરળ અને અસરકારક બની રહે તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો દરેક ત્રૃતુમા ખડેપગે ફરજ બજાવતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોને સનસ્ટ્રોક તથા ગરમી સામે રક્ષણ મળે તે માટે પાણી,છાસ વિગેરે દરેક ટ્રાફિક જંક્શન પર પહોંચી શકે તે માટે આધુનિક, વાતાનુકૂલિત ટ્રાન્સપોર્ટેશન વ્હિકલ જરૂરી હતું. ત્યારે આજરોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોને દરેક જંકશન સુધી ઠંડું પાણી,છાસ વિગેરેનું વિતરણ કરી શકાય તેવા આધુનિક વાહનની ભેટ આપવામાં આવી હતી.
બેંકિંગ સેવાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ ના ભાગરૂપે આજરોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના વડોદરા શહેર મહાપ્રબંધક તથા અધિકારીઓ દ્વારા પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને આ આધુનિક વાહનની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પહેલને વધાવી લેવામાં આવી હતી.