Business

ટ્રમ્પે અમેરિકાના સાત સ્વિંગ સ્ટેટ્સમાં કેવી રીતે બાજી પલટી?

આ વખતની અમેરિકન ચૂંટણી કોઈ રોમાંચક અમેરિકન ફિલ્મથી ઓછી નહોતી. 13 જુલાઈ, 2024ના રોજ ટ્રમ્પ પર ગોળીબાર, 21 જુલાઈના રોજ બાયડેનનું રેસમાંથી ખસી જવું, કમલાને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા, અભદ્ર ટિપ્પણીઓ અને બીજું શું-શું ન થયું? પરંતુ હવે દરેક જગ્યાએ ટ્રમ્પની જીતની ચર્ચા છે. ટ્રમ્પ કેવી રીતે જીત્યા? ટ્રમ્પે અમેરિકાના તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં કેવી રીતે બાજી પલટી? ક્યા મુદ્દા ચાલ્યા અને સૌથી મજાની વાત, ટ્રમ્પ પર મહિલાઓ સામેના અનેક કેસ ચાલતાં હોવા છતાં મહિલા વોટર્સે સૌથી વધુ વોટ કેમ આપ્યા? ડોનાલ્ડ ટ્રમ્પની આ જીતની કહાની શું છે? અને, ટ્રમ્પની વાપસી દુનિયાને કેવી રીતે બદલશે? ટ્રમ્પની જીત પછી અમેરિકામાં આગળ શું થવાનું છે? એક એક મુદ્દાને સમજીએ. ટ્રમ્પે તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. હવે સાત સ્વિંગ રાજ્યોના ચૂંટણી ગણિતને સંક્ષિપ્તમાં સમજીએ.

મિશિગન – અહીં કુલ 15 ઈલેક્ટોરલ વોટ છે. ઐતિહાસિક રીતે આ રાજ્ય ડેમોક્રેટ્સ પાસે રહ્યું છે, પરંતુ 2016માં અહીં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્ય આખું લાલ થઈ ગયું હતું. જો કે, 2020માં બિડેને તેનો રંગ બદલીને વાદળી કરી દીધો હતો. હવે ફરી આ રાજ્ય ટ્રમ્પ તરફ જતું જણાય છે. 95 ટકા મતોની ગણતરી થઈ ચૂકી હતી. ટ્રમ્પ આમાં આગળ હતા. અહીં લગભગ 2.5 લાખ મુસ્લિમો રહે છે. અત્યાર સુધી મુસ્લિમ મતોની બહુમતી ડેમોક્રેટ્સને જતી હતી, પરંતુ ગાઝા યુદ્ધના કારણે મુસ્લિમો બિડેનની નીતિઓથી નારાજ હતા. એટલા માટે ટ્રમ્પે આ વખતે આ રાજ્ય પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અહીં સુધી કે તેમની છેલ્લી ચૂંટણી સભાને પણ સંબોધિત કરી હતી.

પેન્સિલવેનિયા – અહીં કુલ ઈલેક્ટોરલ વોટ 19 છે. ટ્રમ્પે આ રાજ્ય જીત્યું છે. ઐતિહાસિક રીતે, આ રાજ્ય પણ ડેમોક્રેટ્સનું હતું, પરંતુ 2016માં ટ્રમ્પ અહીં મામૂલી માર્જિનથી જીત્યા હતા. બિડેને તેને 2020માં ફરીથી જીતી લીધું હતું. હવે ફરી એકવાર તે ટ્રમ્પના ખાતામાં આવી ગયું છે. કમલાને પેન્સિલવેનિયા પાસેથી ઘણી આશા હતી. તેમણે અહીં ઘણી સભાઓ કરી હતી. છેલ્લી ચૂંટણીનું ભાષણ પણ અહીં કર્યું હતું.

વિસ્કોન્સિન – અહીં કુલ 10 ઈલેક્ટોરલ વોટ છે. ટ્રમ્પ 2016માં અહીં જીત્યા હતા અને 2020માં બિડેન અહીં જીત્યા હતા. હવે ફરી એકવાર આ રાજ્ય ટ્રમ્પના ખાતામાં આવી ગયું છે. નંબર 4: એરિઝોના – અહીં કુલ 11 ઈલેક્ટોરલ વોટ છે. ઐતિહાસિક રીતે આ રિપબ્લિકન રાજ્ય રહ્યું છે, પરંતુ 2020માં બિડેન અહીં જીત્યા હતા. હાલમાં ટ્રમ્પ અહીં આગળ છે. નંબર 5: જ્યોર્જિયા – અહીં કુલ 16 ઈલેક્ટોરલ વોટ છે. ટ્રમ્પ અહીં 2016માં અને બિડેન 2020માં જીત્યા હતા. હવે ટ્રમ્પ અહીં પણ પરત ફર્યા છે. અહીંની 33 ટકા વસ્તી બ્લેક અમેરિકનોની છે.

નોર્થ કેરોલિના – અહીં કુલ 16 ઈલેક્ટોરલ વોટ છે. રિપબ્લિકન તરફ ઝુકાવ વધુ રહ્યો છે. ટ્રમ્પે 2016 અને 2020માં અહીં જીત મેળવી હતી. ટ્રમ્પ 2024માં પણ અહીંથી જીત્યા છે. નંબર 7: નેવાડા – અહીં કુલ 6 ઈલેક્ટોરલ વોટ છે. સામાન્ય રીતે અહીં લોકો ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે. બિડેને 2020માં આ રાજ્ય ખૂબ જ ઓછા માર્જિનથી જીત્યું હતું. હવે અહીં ટ્રમ્પે આગેવાની લીધી છે.
ટ્રમ્પની જીત માટે કયા મુદ્દાઓએ કામ કર્યું? :

અર્થતંત્ર – નિષ્ણાતોનું કહેવું છે કે આ ચૂંટણીમાં અર્થતંત્ર સૌથી મોટો મુદ્દો બનીને ઉભરી આવ્યું છે. બિડેને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે આખું વિશ્વ કોરોના સામે ઝઝૂમી રહ્યું હતું. ઘણા દેશોની જેમ અમેરિકામાં પણ થોડા અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે અમેરિકાના સ્થાનિક બિઝનેસને અસર થઈ હતી. મોંઘવારી વધી હતી. તેમના સમયગાળા દરમિયાન સરેરાશ ફુગાવાનો દર 5 ટકાથી વધુ રહ્યો છે.

ગર્ભપાત – જૂન 2022માં યુએસ સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના મહિલાઓના બંધારણીય અધિકારને નાબૂદ કર્યો હતો. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો હતો, પરંતુ ટ્રમ્પ પર આનો આરોપ લાગ્યો હતો. હકીકતમાં આ નિર્ણય આપનાર સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. ગર્ભપાતનો અધિકાર ખતમ કરવાનો નિર્ણય આવ્યો ત્યારે ટ્રમ્પે પણ આ નિર્ણયને આવકાર્યો હતો. આ કારણથી ટ્રમ્પની ટીકા પણ થઈ હતી. ત્યારે ટ્રમ્પે કહ્યું કે રાજ્યોને અધિકાર છે. તેઓ પોતાની રીતે કાયદો બનાવી શકે છે. ડેમોક્રેટ્સે આને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કમલાએ તેના નામે વોટ માગ્યાં હતા. રાષ્ટ્રપતિ પદની ચર્ચામાં પણ ટ્રમ્પને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા રાજ્યોમાં આ મુદ્દો ટોચ પર રહ્યો હતો. ઇમિગ્રેશન – ટ્રમ્પે તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
લગભગ દરેક ચૂંટણી સભામાં આનો ઉલ્લેખ કર્યો હતો.

Most Popular

To Top