Vadodara

ટેક્નિકલ ફોલ્ટના કારણે સતત બીજા દિવસે ઈન્ડિગોની સવારની ફ્લાઈટ રદ


મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ 6E-5126/6087 કેન્સલ :

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈ વડોદરા મુંબઈની ઈન્ડિગોની સવારની ફ્લાઇટ 6E-5126/6087 આજે સતત બીજા દિવસે શુક્રવારે ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. ગતરોજ પણ ફ્લાઇટ રદ થતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. જ્યારે, એર ઈન્ડિયાની ફ્લાઇટ પણ અડધો કલાક મોડી પડી હતી.

ટેક્નિકલ ફોલ્ટના કારણે શુક્રવારે મુંબઈ વડોદરાની સવારની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જ્યારે એ પૂર્વે ગુરુવારે પણ મુંબઈથી વડોદરા આવતી ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર રદ કરાઈ હતી. જેને પગલે મુંબઈ જતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. જેથી એર લાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈથી ગુરુવારે રાત્રે 8.05 કલાકે વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરાઈ હતી. જેને પગલે મુસાફરોને અમદાવાદ કે વડોદરાથી અન્ય ફ્લાઈટમાં મોકલવાના અને રિફંડ એમ 2 વિકલ્પ અપાયા હતા. જોકે તેની આગોતરી જાણ વડોદરા એરપોર્ટ ખાતે અને વિમાની કંપની દ્વારા મુસાફરોને કરાઈ હતી. જ્યારે વડોદરાથી મુંબઇની એર ઇન્ડિયાની ફ્લાઇટ અડપો કલાક મોડી ઊપડી હતી. વડોદરા -દિલ્હીની ફ્લાઈટ પણ 25 મિનિટ મોડી થતાં મુસાફરોને રાહ જોવી પડી હતી. ઈન્ડિગો ફ્લાઈટ 6E-5126/6087 મુંબઈ-વડોદરા-મુંબઈનો શિડ્યુઅલ મુંબઈથી વડોદરા 6E-5126નો પ્રસ્થાન સમય 06:20 AM અને આગમન સમય 07:20 AM જે ફ્લાઈટ સમયગાળો 1 કલાકનો છે. વડોદરાથી મુંબઈ 6E-6087નો પ્રસ્થાન સમય 20:40 PM અને આગમન સમય 21:55 PM નો તેમજ ફ્લાઈટ સમયગાળો 1 કલાક 15 મિનિટનો નિર્ધારિત કરાયેલ છે. જોકે સતત બીજા દિવસે પણ ઈન્ડિગોની મુંબઈ વડોદરાની ફ્લાઈટ રદ કરવામાં આવતા પેસેન્જર પરેશાન થયા હતા.

Most Popular

To Top