Charchapatra

ટાઉન પ્લાનિંગની કચેરીમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ?

ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો પોતાના સંખ્યા બળે પોતાના પક્ષના સર્વસંપત્તિથી ચૂંટાયેલા ઉમેદવારને મેયરનો તાજ પહેરાવી સમગ્ર પ્રક્રિયાને ઓપ આપતા હોય છે પરંતુ કાયદાની દૃષ્ટિએ જોવા જઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષનો જરાય હસ્તક્ષેપ ન હાઈ શકે, કારણકે અહીં માત્રને માત્ર નાગરિકોના વિવિધ પ્રકારના વેરાઓથી સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી માળખું કાર્યરત હોય છે નહીં કે ત્યાં કોઈ કાયદાઓ ઘડવામાં આવે છે. શહેરોમાં સ્ટ્રીટ લાઈટના ઠેકાણા નથી, ચોરીઓના બનાવો, રોડ-રસ્તાઓ ખરાબ, અનિયમિત સફાઈ કર્મચારીઓ આવવું. આ શહેરીજનની સમસ્યા છે.

હાલ દરેક શહેરમાં આડેધડ એપાર્ટમેન્ટ તેમજ રસ્તામાં થયેલા અનઅધિકૃત બાંધકામો શહેરીજનોને અવર-જવર માટે અવરોધરૂપ સાબિત થતા હોય છે, શા કારણે આવા બાંધકામ સામે દંડનીય કાર્યવાહી કરી જમીનદોસ્ત કરવામાં આવતા નથી? શું ટાઉન પ્લાનિંગના અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગ ઓફિસર આ તમામ માટે કેમ કોઈ દંડનીય કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા પૂરા શહેરમાં ચાલી રહી છે.  આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોઈ કડકમાં કડક કાર્યવાહી અને સાથે તેઓના વિરૂદ્ધમાં તપાસ કરવામાં આવશે ખરી? જો આ ટાઉન પ્લાનિંગ ઓફિસરો સામે લાંચ રૂશ્વત ખાતા અન્વયે તપાસ કરવામાં આવે તો શહેરીજનોને પૂરતા પ્રમાણમાં ન્યાય મળી રહે તેમાં કોઈ બેમત નથી. વાઘોડિયા રોડ, વડોદરા      – રાજેશ ગોડિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top