ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ
તાજેતરમાં વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રીજ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. જેને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકામાં પણ આવી કોઈ ગંભીર ઘટના ન બને તે માટે સલામતી, સાવચેતી તેમજ તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
એ સાથે હાલ ચાલી રહેલી વર્ષાઋતુના અનુસંધાને અને આવનાર સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના હોવાનું ધ્યાને લેતા ઝાલોદ તાલુકાના અવર-જવર માટેના તમામ બ્રીજ, પુલોની ચકાસણી કરવી જરૂરી જણાઈ હતી. જેથી, ઝાલોદ તાલુકાના તમામ બ્રીજ/પુલો જર્જરીત ભયજનક સ્થિતિમાં છે કે કેમ, તેની વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
આ દરમ્યાન જરૂર જણાયે આવા જોખમી બ્રીજ/પૂલો પરના વાહન વ્યવહાર/અવર-જવર માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા ખાસ તકેદારી રાખવા દરેક સબ ડિવિઝનમાં કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના બ્રિજની મુલાકાત પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા કરવામાં આવી રહી છે. જે દરમ્યાન ઝાલોદ, તાલુકાનાં અધિકારીઓ દ્વારા બ્રિજ/પુલનું સમગ્ર ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.