ઝાલોદ: દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાના લીમડી નગરનાં દબાણો પંચાયત દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી અંતર્ગત લીમડી નગરમાં તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા.
લીમડી પંચાયત દ્વારા કરાયા દબાણો દૂર કરાયા હતાં , જોકે
Lલીમડી નગરમાં ગેરકાયદેસર પાકાં દબાણ કારોને લીમડી પંચાયત છાવરતી હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. લીમડી પંચાયત દ્વારા આગામી દિવસોમાં પાકાં અને કાચાં દબાણ કારોને નોટિસ અને સુચનાઓ પંચાયત દ્વારા આપવામાં આવી છે. પંચાયત દ્વારા સ્વેચ્છિક રીતે દૂર કરે તેવી સુચનાઓ દબાણ કારોને આપવામાં આવી હતી.
લીમડી ગ્રામ પંચાયત તલાટી તેમજ કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં કાચાં પાકાં દબાણો દૂર કરાયા હતા. કેટલાક લોકોએ સ્વેચ્છીક દબાણો હટાવ્યા આવનાર સમયમાં સમગ્ર લીમડી નગરમાં દબાણો દૂર કરાશે એવી પંચાયત દ્વારા જાહેરાત થઈ છે.
જ્યારે લીમડી નગરનાં વેપારીઓએ અને પથારા વાળા અને લારી ગલ્લાવાળા દ્વારા લીમડી નગરમાં નકશા મુજબ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
