Dahod

ઝાલોદમાં 11 અપક્ષો તેમજ 12 થી વધુ ભાજપના વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં: દેવગઢ બારિયામાં 7 અપક્ષો ગાયબ થયા


દાહોદ જિલ્લાની ઝાલોદ-દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની દોડધામ શરૂ:
દાહોદ તા.20

ઝાલોદ – દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી છતાં સત્તાની સર્વોપરીતા પુરવાર કરવાની દોડમાં ખેલા થવાની શક્યતા જણાઈ રહી હોવાનું ચૂંટણી પરિણામો બાદની પ્રવૃત્તિઓ પરથી લાગી રહ્યું છે. ઝાલોદ નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 17 બેઠકો ભાજપે પોતાના નિશાન ઉપર ઉભા રાખેલા ઉમેદવારોએ મેળવી છે તો 11 બેઠકો અપક્ષોના ફાળે રહેવા પામી છે. જેમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા પક્ષ સામે ઉમેદવારી કરી હોય તેવા ઉમેદવારો પણ અપક્ષની યાદીમાં સામેલ છે. ત્યારે હાલ ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ સ્થાને કોણ બિરાજશે તેની ગણતરીઓ મંડાવાની શરૂ થઈ રહી છે. દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામાં ચાલુ વર્ષે રોસ્ટરક્રમ પ્રમાણે ઓપન વિભાગની મહિલા ઉમેદવાર માટે બેઠક અનામત છે.જ્યારે દે.બારીયા નગરપાલિકામાં પ્રમુખ માટે સામાન્ય મહિલા અનામત રાખવામાં આવી છે.ત્યારે પ્રમુખની રેસમાં ભાજપના નિશાન ઉપર કોઈપણ ઓપન કેટેગરીની મહિલા વિજેતા ન થઈ હોવાનું જણાઈ આવ્યું છે.ત્યારે હવે પ્રમુખનો તાજ કોના સીરે તે એક યક્ષપ્રશ્ન રહ્યો છે.જોકે જોકે આ તમામ પરિસ્થિતિ દરમિયાન દે.બારિયામાંથી 7 અપક્ષો તેમજ ઝાલોદમાંથી 12 ભાજપના તેમજ 11 અપક્ષો ભૂગર્ભમાં ઉતરી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ઝાલોદ આમ પણ જૂથ બંધી માટે પહેલેથી પંકાયેલું છે. માજી ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે તાલમેલનો અભાવ પણ જોવાય છે. પાર્ટી લાઈનમાં પણ બંને અગ્રણીઓમાં મતમતાંતર હોવાની વાત પહેલેથી પહોંચેલી છે. આ સામાન્ય ચૂંટણીમાં બંને ગ્રુપના સદસ્યોએ પોતાના ચહિતાને ટિકિટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી કરાવી હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું હતું . આ સામાન્ય ચૂંટણી પરિણામો પછી ભાજપને સ્પષ્ટ બહુમતી હોય ભાજપ પ્રમુખ બેસસે એ વાત માં દમ છે.પરંતુ રોસ્ટર પદ્ધતિને જોવા જઈએ તો ભાજપના નિશાન ઉપરથી કોઈ સવર્ણ જાતિની મહિલા જીતી નથી. આમ તો ઓપન સીટ ઉપર કોઈપણ કેટેગરીની મહિલા પોતાની ઉમેદવારી કરી શકે છે. પરંતુ પાર્ટીના કાર્યકરો અને પાર્ટી લાઈનમાં ઓપન કેટેગરીના સભ્યો સદસ્યો અને કાઉન્સિલરોને અન્ય લાભો ન મળતા હોય જે તે કેટેગરીમાં જે તે કેટેગરીના સદસ્યને જ ઉમેદવારી કરાવવાની પરંપરા રહી છે. ત્યારે ઝાલોદમાં કોણ તેની ગડમથલ વરવુ રૂપ ધારણ કરે કેવું લાગી રહ્યું છે .ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ બંને જૂથના સદસ્યોએ પોતાની સંખ્યા લઈ અને ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચા નગરમાં જોરશોરથી થઈ રહી છે. ભાજપના કેટલાક સદસ્યો અને અપક્ષ સદસ્યો મળી સહેલગાહે ઉપડી ગયા હોવાનું પણ નગરમાં ચર્ચા પણ રહ્યું છે. ચૂંટણી જીત્યા પછીના કાઉન્સિલરો નગરમાં ન જોવાતા નગરજનોમાં એક આશ્ચર્ય પણ પણ ફેલાવવા પામ્યું છે. ચૂંટણી પરિણામો બહાર જાહેર થતા હતા તે સમયે જ સદસ્યોને કબજે કરી લેવાની પ્રવૃત્તિ થતી હોવાની શંકા જતા બંને જૂથો સક્રિય થયા હતા ત્યારે કોણ કોની પાસે તે પણ હાલ મહત્વનું છે. ઝાલોદ નગર સત્તાની સાઠમારી માટે આમ પણ હંમેશા વિવાદના ઉચ્ચ સ્તરે રહ્યું છે.ગત ચૂંટણીમાં સત્તાના ખેલમાં જ હત્યાનો મામલો હજી ભુલાયો નથી ત્યારે પોતાની સર્વોપરીતા પુરવાર કરવાની લાયમાં બંને જૂથોએ પોતપોતાના સુધરાઈ સદસ્યોને અંતે કરી ઉપડી ગયા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ઝાલોદ નગરપાલિકા કોના સીરે જશે તે જોવું રહ્યું

પરંતુ હવે દેવગઢબારિયા માંથી પણ અપક્ષો ઓચિંતા ગાયબ થઈ જતા હવે પ્રમુખ પદની સત્તાની રેસમાં કેવા સમીકરણો રચાય છે. પ્રમુખ પદનું તાજ કોના સીરે જાય છે. આ તમામ પરિસ્થિતિઓ હવે આગળના સમયમાં બહાર આવશે. પરંતુ હાલ ભાજપ થોભો અને રાહ જોવાની નીતિ પર કામ કરી રહ્યું છે.

Most Popular

To Top