ઝાલોદ: દાહોદ જીલ્લાની ઝાલોદ પોલીસ દ્વારા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં અડચણ કરાતા ધારકોને પોલીસ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ સી રાઠવા ની અધ્યક્ષતામાં ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આડેધડ વાહનોના પાર્કિંગ અને લારીઓ ટ્રાફિકને અશ્વિન થાય તેમ મુકતાં લોકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં ઝાલોદના ગીતા મંદિરથી હોરાવાડી થી ભરત ટાવર થી બસ સ્ટેન્ડ રોડ ગામડી ચોકડી થી બાસવાડા ચોકડી સુધી વિવિધ દુકાનદારો અને હાથલારી અને પથારા વાળાઓને સુચનાઓ આપી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વધુ પડતું વેપારીઓ તેમની દુકાનોનો માલ સામાન બહાર મુકતાં હતા. જેથી પોલીસ દ્વારા દુકાનદારોને પણ હવે પછી માલ સામાન બહાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સુચનાઓ આપી હતી. ઝાલોદ પોલીસે ટ્રાફિકને નડતર રૂપ નહીં થાય તે રીતે વાહનો અને સામાન મૂકવા દુકાનદારોને સૂચન કર્યું હતું. ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી