Zalod

ઝાલોદમાં કાલે રથયાત્રા, પોલીસે રૂટનું નિરીક્ષણ-ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું

સુરક્ષાને ધ્યાનમાં લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું

ઝાલોદ:
ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ નેજા હેઠળ ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સુરક્ષાને ઘ્યાનમાં રાખીને કોઇપણ જગ્યાએ અનિચ્છનીય ઘટના ન બને તેવા સંવેદનશીલ વિસ્તારો જેવા કોળી વાડાથી મીઠા ચોકથી મસીદ બજારથી રાજેશ ચોકથી ડબગરવાસથી ગીતા મંદિરથી પોલીસ સ્ટેશન સુધી સઘન ફ્લેગ માર્ચ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

ઝાલોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગમાં ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ અને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ સી રાઠવા અને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર વી રાઠોડ સહિત પોલીસ કર્મચારીઓએ રથયાત્રાના રૂટ ઉપર રૂટ નિરીક્ષણ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં લઇ કોઈ જગ્યાએ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં લઇ ઝાલોદ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top