અગાઉ વર્ષ 2011પહેલા અહીં વિધર્મીઓનો અડ્ડો બની ગયું હતું જ્યાં ચરસ ગાંજાનો નશો, વેચાણ કરી હિન્દુ દીકરીઓ અને બહેનોની છેડતી થતી હતી
વર્ષ 2011પછી ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ અહીં એક માત્ર જગ્યાએ બાળકો થી માંડીને વડીલો સુધી એકત્રિત થઈ બેસે છે, ધાર્મિક કે સામાજિક કાર્ય કરી શકે છે અને ચર્ચા કરી શકે છે, પરંતુ ધારાસભ્ય દ્વારા ફૂવારો તથા સ્કલ્પચર મૂકવાથી ફરીથી વિધર્મીઓનો અહીં અડ્ડો બનવાની શક્યતા છે
વડોદરા: શહેરના જ્યુબીલી બાગમાં ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફુવારો તથા સ્કલ્પચર મૂકવાની હિલચાલથી આ સ્થળ પર વિધર્મીઓનો અડ્ડો બનવાની દહેશત અંગે ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓએ વિરોધ નોંધાવ્યો છે.
શહેરના ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ માટે બેઠક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંગેના એકમાત્ર જ્યુબિલિ બાગ ખાતે રાવપુરાના ધારાસભ્ય બાબુભાઇ શુક્લની ગ્રાન્ટમાંથી રૂ.30 લાખના ખર્ચે ફૂવારો તથા સ્કલ્પચર મૂકવાની હિલચાલથી વિધર્મીઓનો જમાવડો થવાની શક્યતાને લઇ હિન્દુઓએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ વિરોધ દર્શાવ્યો છે.
શહેરનો આ વિસ્તાર અગાઉ વર્ષ 2011 અને તે અગાઉ વિધર્મીઓનો અડ્ડો બની ગયો હતો. અહીં વિધર્મીઓ ચરસ, ગાંજાનો નશો કરતા, હિન્દુ યુવતીઓની છેડતી કરતા હતા પરંતુ વર્ષ 2011 બાદ અહીં ચાર દરવાજાના હિન્દુઓ આ બાગ ખાતે એકત્રિત થઈ બેસતા થયા, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા થયા તેમજ કોઇપણ કાર્યક્રમ હોય કે મિટિંગ માટે એકત્રિત થતા. જેમાં બાળકો,યુવતીઓ,મહિલાઓ યુવાનો અને વડીલો જોડાતા. અહીં એક માત્ર એવી આ જગ્યા છે જ્યાં ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ બેસે છે. એકબીજા સાથે હળીમળીને બેસે છે.
ત્યારે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલની ગ્રાન્ટમાંથી અહીં જ્યૂબેલીબાગ ખાતે ફૂવારો તથા નાના સ્કલ્પચર મૂકવાની હિલચાલથી ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ અહીં એકત્રિત થઈ બેસી ન શકે તેવી હિલચાલ થઈ રહી હોવાનું અને અહીં ફરીથી વિધર્મીઓનો અડ્ડો બની જવાની દહેશત સાથે આશંકા છે જેનો ચાર દરવાજા વિસ્તારના હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્યે અહીં ફૂવારો સ્કલ્પચર મૂકવાની જગ્યાએ મહિલાઓ માટે શૌચાલય , પુરુષો માટે શૌચાલય, પાણીની પરબ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અહીં ફૂવારો તથા સ્કલ્પચર ન મૂકવામાં આવે તેવી માંગણી સાથે હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના મોટાભાગના બગીચા કે પછી બાંકડાઓ પર સાંજે અને રાત્રે વિધર્મીઓ જ મોટાભાગે જણાય છે અને ત્યાં તેઓની દાદાગીરી, હિન્દુ યુવતીઓ મહિલાઓ ને વિચિત્ર નજરે જોવું, ગંદકી ફેલાવવી આ પ્રકારના ન્યૂસન્સ થતાં હોય છે. શહેરમાં ખૂબ જ જૂજ જગ્યાઓ હવે રહી છે. જ્યાં હિન્દુ બાળકો,મહિલાઓ,યુવતીઓ,વડીલો એકત્રિત થઈ શાંતિથી બેસી શકે,વિચાર વિમર્શ, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકે. ત્યારે જ્યૂબેલીબાગ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફુવારો તથા સ્કલ્પચર મૂકવાની વાતનો હિન્દુઓ દ્વારા સખત વિરોધ કરાયો છ