Jetpur pavi

જેતપુરપાવી વનકુટીર ત્રણ રસ્તા પાસે દારૂની હેરાફેરીનો ભાંડાફોડ

₹2.59 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

જેતપુરપાવી:
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના વનકુટીર ત્રણ રસ્તા નજીક પોલીસે દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણા ના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા રોડ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્ય પ્રદેશ પરિવહન ટ્રાવેલ્સની બસ નં. MP-69-P-0191 ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બસમાં મુસાફરી કરતા એક પેસેન્જરના લગેજમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા કુલ 1000 નંગ (કિંમત રૂ. 2,51,000/-) તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. 8,000/-) મળી કુલ રૂ. 2,59,000/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપી શૈલેષભાઇ ઝીનકાભાઇ તોમર, રહે. ફળીયામોહ ગામ, તણસ્યા ફળીયા, તા. કઠીવાડા, જી. અલીરાજપુર (મધ્ય પ્રદેશ) ને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની સતર્ક અને સમયસર કામગીરીને કારણે બુટલેગરોના મનસુબા નિષ્ફળ ગયા હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

પ્રતિનિધિ : આરીફ ખત્રી

Most Popular

To Top