મનુષ્ય જીવનમાં ઉર્જા શક્તિની વિશેષ જરૂરિયાત હોય છે અને ઊર્જા શક્તિ નું પર્વ એટલે જ દીપાવલી પર્વ દીપાવલી પર્વ વિશેષ કરી મહાલક્ષ્મી અને શારદા પૂજન નું મહત્વ હોય છે પોતાના વ્યાપારમાં ઘરમાં સુખ શાંતિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવતી મહાલક્ષ્મીનું પૂજન અર્ચન લાભકારી છે ખાસ કરીને નરક ચતુર્દશી દિપાવલી નુતન વર્ષ ભાઈબીજ ને લાભ પાચમ નો વિશેષ મહત્વ હોય છે અને આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ 28 ઓકોટોમ્બર ને સોમવારના રોજ ધનતેરસ 29 ઓક્ટોમ્બર ને મંગળવારના રોજ કાળી ચૌદસ 30 ઓક્ટોમ્બર ને બુધવારના રોજ અને દિવાળી 31 ઓક્ટોમ્બર ને ગુરૂવારના રોજ આવે છે સાથે નૂતન વર્ષ વિક્રમ સંવત 2081 અનલ નામ સંવત્સર તારીખ 2 નવેમ્બર ને શનિવારના રોજ શરૂ થશે 3 નવેમ્બર ને રવિવારના રોજ ભાઈ બીજ 6 નવેમ્બર બુધવાર ના રોજ લાભ પાચન આમ દિવાળી એકાદશી થી લઇ લાભ પાંચમ સુધીનો ઉત્સવ એ વિશેષ ઉજવાય છે સાથે 12 નવેમ્બર ને મંગળવારના રોજ દેવ ઉઠી એકાદશી અને 15 નવેમ્બર ને શુક્રવારના રોજ દેવ દિવાળી કારતક સુદ પૂર્ણિમા આમ દિપાવલી ઉત્સવ એક અનેરી ઉર્જા ને શક્તિ નું પર્વ છે
ચોપડા લાવવાનું સોના ચાંદી ખરીદી માટે ના મુહુર્ત
24 ઓક્ટોમ્બર 2024 ને ગુરૂ ગુરૂપુષ્યામૃત યોગ
સવારે 10.50 થી બપોરે 2 .53 ચલ,લાભ,અમૃત,બપોરે 04 17 થી સાંજે 07.18 શુભ અમૃત મુહૂર્ત
રમાં એકાદશી 28 ઓક્ટોમ્બર 2024ને સોમવાર
વાઘ બારસ 28 ઓક્ટોમ્બર 2024 ને સોમવાર
ધન તેરસ ના પૂજન ના શ્રેષ્ઠ મુહૂર્ત
ધનતેરસ 29 ઓક્ટોમ્બર ને મંગળવાર ધન પૂજન લક્ષ્મી પૂજન હંમેશા સૂર્યાસ્ત પછીજ શ્રેષ્ઠ છે માટે ધન પૂજન લક્ષ્મી પૂજન ના મુહુર્ત સાંજે 6.42 થી રાત્રે 01.09 મિનિટ સુધી ગુરૂ,મંગળ,સુર્ય શુક્ર,બુધ અને ચંદ્ર ની હોરા માં શુભ મુહૂર્ત છે
કાળી ચૌદશ 30 ઓક્ટોમ્બર 2024 ને બુધ
આજ ના દિવસે હનુમાનજી ની ભક્તિ કરવી હનુમાન ચાલીસા ના પાઠ કરવા
દિવાળી ના શારદા પૂજન લક્ષ્મી પૂજન ના મુહુર્ત
આ વર્ષે દિવાળી પર્વ ને લઈ ઘણી બધી અસમંજસ સર્જાઈ છે કે દિવાળી 31 ઓકટોબરે કરવી કે 1 નવેમ્બરે પણ શાસ્ત્ર સંમત નિયમ મુજબ 31 તારીખ ના રોજ દીપાવલી પર્વ માં લક્ષ્મી પૂજન શારદા પૂજન કરવું
31 ઓક્ટોમ્બર ને ગુરૂવારે દિવાળી આસો વદ અમાસ મહાલક્ષ્મી પૂજન ,શારદા પૂજન ચોપડા પૂજન ના મુહુર્ત બપોરે 3.56 થી સાંજે 06.41 શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા, સાંજે 07.45 મિનિટ થી રાત્રે 02.14 ગુરૂ,મંગળ,સુર્ય,શુક્ર,બુધ અને ચંદ્ર ની હોરા શુભ મુહૂર્ત છે
તારીખ 2 નવેમ્બરને શનિવારના રોજ ગોવર્ધન પૂજા અને ઠાકોરજીના મંદિરોમાં અન્નકૂટ થશે
નુતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો
તારીખ 2 નવેમ્બરે શનિવારના રોજ નુતન વર્ષ વિક્રમ સંવત 2081 અનલ નામ સંવત્સર પ્રારંભ થશે ના કાર્ય કરવાનું શ્રેષ્ઠ સમય અને મહત્વ સવારે 7 56 થી 9:19 સુધી શુભ મુહૂર્ત છે*
3 નવેમ્બર ને રવિવારના રોજ ભાઈ બીજ જેને યમદ્વિતીયા પણ કહેવાય છે ભાઈ બહેન નો આ પવિત્ર તહેવાર યમુનાજી અને યમરાજા ના માનમાં ઉજવાય છે
લાભ પાંચમના શુભ મુહૂર્ત
6 નવેમ્બર ને બુધવાર ના રોજ
સવારે 6:37 થી સવારે 9:20 સુધી શ્રેષ્ઠ મુહુર્ત છે ત્યાર બાદ 10.42 થી 12:04 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી
ગોલ્ડ મેડલીસ્ટ M.S.UNi Vadodara