ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે ટ્રસ્ટી તથા ડોક્ટરનો સ્નેહમિલન યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રસ્ટીમંડળના તમામ સભ્યો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડોક્ટર અને આર.એમ.ઓ. તથા તમામ સ્ટાફગણ તથા આજુબાજુ એરિયાના ૫૦થી ૬૦ જનરલ પ્રેક્ટિસના ડોક્ટરો હાજર રહ્યા હતા. ડો.દેવેન્દ્ર પટેલે સ્નેહમિલનનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, અંતરિયાળ ગામોમાં વૈદકીય સવલત બરાબર ઉપલબ્ધ નથી. એટલે તાલુકાના ગરીબ દર્દીઓએ ગામડેથી છેક સુરત સુધી જવું પડે છે.
એ વખતે સ્વ.બાબુકાકાના અથાક પ્રયત્નો હતા કે અહીં સારી હોસ્પિટલનું નિર્માણ થવું જોઈએ તેને સિદ્ધ કરવા માટે શ્રી સાયણ સુગર ફેક્ટરી સંચાલિત દ્વારા મોરારિબાપુની કથા રાખી દાનની તહેલ નાંખી અને સંસ્થાનાં સભાસદો/આમ જનતા પાસેથી દાન, ફંડ ઊભું કરી હોસ્પિટલ નવનિર્મિત બનાવી ઉત્તરોઉત્તર સુધારા થતાં હોસ્પિટલ સને-૧૯૯૮ની સાલથી કાર્યરત થઈ હતી. ત્યારબાદ આજદિન સુધીમાં હોસ્પિટલ નાના છોડમાંથી વટવૃક્ષ બની ગઈ છે. મંત્રી ધર્મેશભાઈએ જીવનરક્ષા હોસ્પિટલનું સૌના સહકારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધીમે ધીમે ડેવલપ કર્યું છે અને દર્દીઓને સારી ઘર જેવી સગવડ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
દર્શન નાયકે જણાવ્યું કે, આજુબાજુનાં ગામડાંના લોકો આ હોસ્પિટલથી વાકેફ છે અને છેલ્લા એક વર્ષથી સાયણ સુગર બોર્ડ સંચાલન કરી રહી છે. નવું નવું અપડેટ બનાવી આમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવું અપડેટ કરતા રહ્યા છે. આમ હાજર આપ સૌ સહકાર આપશો અને હોસ્પિટલને લગતા જરૂરી સારા કાર્યો કે અગત્યનાં સૂચનો હશે એ જણાવવા વિનંતી કરી હતી. ત્યારબાદ મંત્રી ધર્મેશભાઈ, ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માની ભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.