National

જિન્ના અને પોપ ફરી પાછા ચૂંટણીમાં?!

મોહમ્મદ અલી જિન્નાને પાકિસ્તાનના લોકો દેશના સ્થાપક તરીકે માન આપે છે કારણ કે 1947 માં ભારતના ભાગલા માટે માંગ કરી આંદોલનનાં મંડાણ કર્યાં હતાં. ત્યાર પછી મોહમ્મદ અલી જિન્ના ભારતના રાજકારણનો પણ એક ભાગ રહ્યા છે. આ ફોર્મ્યુલા અજમાવનાર છેલ્લામાં છેલ્લા નેતા સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ છે, જેમણે મોહમ્મદ અલી જિન્નાને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સરખાવી કહ્યું કે તેઓ તમામ ભારતની આઝાદી માટે લડયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષમાં આવી રહી છે ત્યારે અખિલેશ યાદવના આ નિવેદને વિવાદનો મધપૂડો છંછેડયો છે. જિન્નાને સ્વાતંત્ર્યની લડતના શૂરવીર તરીકે ઓળખાવવાનું કામ મુસલમાનોને રીઝવવાનું રાજકારણ છે એમ ભારતીય જનતા પક્ષના ઉત્તરપ્રદેશના લઘુમતી કલ્યાણ ખાતાના રાજય કક્ષાના પ્રધાન મોહસીન ખાન રઝાએ કહયું છે અને ઉમેર્યું છે કે આવું વિધાન કરીને કે જિન્નાની ભાગલાવાદી વિચારધારા ગાંધી, સરદાર અને નેહરૂની વિચારધારા છે, અખિલેશજીએ દેશના મહા પુરુષોનું અપમાન કર્યું છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને અત્યારે જિન્નાની આરતી ઉતારવાની કેમ ફરજ પડી? વધુ પ્રમાણમાં મુસલમાનો પોતાના પક્ષ તરફ આકર્ષાય એટલે?

1992 માં ટોળાએ તોડી પાડેલી બાબરી મસ્જિદના મુદ્દે નિકળેલી રામરથયાત્રામાં પોતાની ભૂમિકાને મુસલમાનોનો ટેકો નહીં હોવાથી તમારે તમારી પાકિસ્તાન  જિન્નાના વખાણ કરવા જોઇશે એવી સલાહ 2004 ની લોકસભાની ચૂંટણીમાં એલ.કે. અડવાણીને સુધીન્દ્ર કુલકર્ણી જેવા તેમના સહાયકોએ આપી હતી. આથી 2005 ના વર્ષમાં પાકિસ્તાનની પોતાની એક સંવેદનશીલ યાત્રામાં અડવાણીએ પાકિસ્તાનના સ્થાપક નેતા જિન્નાની આરતી ઉતારી હતી. કરાંચીમાં હું અડવાણીની બાજુમાં જિન્નાની કબર પાસે ઊભો હતો અને અડવાણીએ મુલાકાતીઓની પોથીમાં નોંધ કરી હતી કે કાઇદે આઝમ મોહમ્મદ અલી જિન્ના એક દુર્લભ વ્યકિતત્વ હતા.

પોતાના પૂર્વકાળમાં સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાઇડુએ જિન્નાને હિંદુ-મુસ્લિમ એકતાના રાજદૂત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ઇતિહાસ પર પોતાની આબાદ છાપ ઉપસાવે તેવા ઘણાં લોકો મળશે, પણ ખરેખર ઇતિહાસ સર્જનારા લોકો ઓછા છે. વૈચારિક મતભેદ ઉપરાંત અડવાણીએ જિન્નાની આરતી ઉતારી તે સમય કમનસીબીભર્યો હતો. 2004 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે પછડાટ ખાધી હતી અને અડવાણીનાં વિધાનોથી કોઇ ફાયદો નથી. ભારતીય જનતા પક્ષે તેમના વિધાનથી અળગા થવાની કોશિશ કરી તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને વખોડી નાંખ્યા.

આમ છતાં અડવાણી પોતાના વિધાનમાં મક્કમ રહ્યા અને તેને પાછું ખેંચવાનો ઇન્કાર કર્યો અને ભારત પાછા ફરી તેમણે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાની તૈયારી બતાવી અને 2005 માં તેમના સ્થાને રાજનાથ સિંહને મૂકવામાં આવ્યા. આમ છતાં પક્ષમાં પોતાનો મોભ્ભો હોવાથી અડવાણી એ તોફાન પાર કરી ગયા અને રામમંદિરના નિર્માણમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે તેમને એક અસરકારક બળ તરીકે ચાલુ રાખ્યા, પણ ભારતીય જનતા પક્ષના બીજા પીઢ નેતા જશવંતસિંહ આટલા નસીબદાર નહતા.

‘જિન્ના: ઇન્ડિયા પાર્ટીશન ઇન્ડિપેન્ડન્સ’માં જશવંત સિંહે ભારતના ભાગલા માટે કોંગ્રેસ અને નેહરુને દોષ આપી કહ્યું હતું જિન્નાને ‘રાક્ષસ’ ચિતરવામાં આવ્યા છે. જશવંતસિંહે સરદાર પટેલની પણ ટીકા કરી હતી તેથી તેમના પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો હતો. આખરે જશવંતસિંહને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આખરે અડવાણીની મધ્યસ્થીથી તેમને પક્ષમાં પાછા દાખલ કરવામાં આવ્યા હતા.

2018 માં ઉત્તર પ્રદેશના બહેરિચના ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય સાવિત્રી બાઇ ફૂલેની આકરી ટીકા કરાઇ હતી કારણ કે તેમણે ભારતની સ્વાતંત્ર્યની ચળવળમાં મહાન ફાળો આપનારા મહાપુરુષ ગણાવ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આજે પણ ટાંગવામાં આવેલી છે તે મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર સંબંધમાં તેમની નૂકતેચીની હતી. ભારતીય જનતા પક્ષે સ્પષ્ટતા કરવી પડી હતી કે જિન્નાના મામલે ભારતીય જનતા પક્ષનો અભિગમ ખૂબ સ્પષ્ટ છે. જિન્ના ભારતનું વિભાજન કરનાર ખલનાયક હતો. સાવિત્રીબાઇ ફૂલેએ પોતાની રીતે નિવેદન આપ્યું છે. પક્ષ તેમના આ નિવેદનની નોંધ લઇ યોગ્ય પગલાં ભરશે. પછી 2019 માં સાવિત્રીબાઇ ફૂલે ભારતીય જનતા પક્ષ છોડી કોંગ્રેસમાં જોડાયાં અને તે પણ તેમણે નવ મહિનામાં છોડી દીધો. અસદુદ્દીન ઓવૈસી જેવા ઘણા મુસ્લિમ નેતાઓ દાવો કરે છે કે અમારી કોમે અલગ પાકિસ્તાનના જિન્નાના વિવાદનો વિરોધ કર્યો હતો અને ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. આથી કોઇએ એવું વિચારવું નહીં જોઇએ કે જિન્નાની પ્રશંસા કરવાથી મુસ્લિમ મતો મળશે. પણ આપણા સાંપ્રદાયિક નેતાઓ એવું નથી વિચારતા.

બીજી મહત્ત્વની ઘટના એ બની કે પોતાની યુરોપની યાત્રા દરમ્યાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વેટિકલમાં પોપને મળ્યા હતા. વિશ્વના સૌથી મોટા સાંપ્રદાયિક પંથ રોમન કેથોલિકમના વડાને મળનાર મોદી ભારતના પાંચમા વડા પ્રધાન છે. મોદી પહેલાં નેહરુ, ઇંદિરા ગાંધી, ગુજરાલ અને વાજપેયી તે સમયના પોપને વેટિકનમાં મળ્યા હતા. મોદીએ પોપને ભારતની મુલાકાતે પધારવા નિમંત્રણ આપ્યું હતું અને પોપે તેને ભારત તરફથી ‘સૌથી મોટી ભેટ’ ગણાવી હતી. 2017 થી પોપ ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે, પણ મોદી સરકાર તે વિચાર પ્રત્યે ઝાઝી ઉત્સાહી નથી.

ભારતમાં મોદીની મુલાકાતને રોમન કેથોલિક ચર્ચે ઉત્સાહપૂર્વક આવકાર આપ્યો હતો. મોદીની મુલાકાત પણ એ સમયે થઇ છે જયારે દેશના ઘણા ભાગોમાંથી ખ્રિસ્તીઓ અને તેમની સંસ્થાઓ તેમના પર હેરાનગતિ અને હુમલા થતા હોવાની ફરિયાદ કરે છે. ગોવા અને મણિપુરમાં ખ્રિસ્તી સમાજ નોંધપાત્ર આધાર છે તેની વિધાનસભાઓની ચૂંટણીઓ પહેલાં આ લેવાયેલી મુલાકાત રાજકીય રીતે મહત્ત્વની છે. આ બંને રાજયોમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. ઘણા વિશ્લેષણકારો માને છે કે આ રાજયોમાં ખ્રિસ્તી સમાજના મત ભારતીય જનતાપક્ષ માટે મહત્ત્વના છે. રોમન કેથોલિક ચર્ચ પણ કેરળમાં ખાસ્સું વર્ચસ્વ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો કેરળની અડધોઅડધ વસ્તી છે. દેશના અન્ય ભાગોમાં ચૂંટણીનો લાભ લેવામાં ભારતીય જનતા પક્ષ કેરળ અને પૂર્વાંચલમાં નિષ્ફળ ગયા છે પણ હવે એક મજબૂત રાજકીય બળ તરીકે ઉપસવા માટે ખ્રિસ્તીઓનો ટેકો મેળવવા ભારતીય જનતા પક્ષ આતુર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top