ગામડું હોય કે શહેર, ગુજરાતમાં ઠેર ઠેર જાહેર રસ્તાઓ ઉપર ગાયો ફરતી, રખડતી જોવા મળે છે, ટ્રાફિકને જે અવરોધરૂપ બને છે. કેટલીક વાર રાત્રે અકસ્માત પણ બને છે. કેટલીક વાર બે આખલાઓ લડતાં વાહનને પણ નુકસાન થતું જોવા મળે છે તેમજ એક ભયનું વાતાવરણ પણ સર્જાય છે. શું આ સમસ્યા સરકારથી અજાણ છે? સરકારમાં અનેક વાર આ બાબતે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યા ઠેરની ઠેર છે. તાજેતરમાં ગુજરાતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. આ સમસ્યાથી સૌ કોઇ વાકેફ છે જ. શું નવું મંત્રીમંડળ તથા તેમના જવાબદાર પ્રધાન તથા સરકાર આ અંગે ત્વરિત વિચારી કોઇ યોગ્ય પગલાં ભરશે ખરા? કે પછી… જૈસે થેની સ્થિતિ જ ભવિષ્યમાં જોવા મળશે? નવું પ્રધાન મંડળ આ અંગે વિચાર કરી યોગ્ય પગલાં ભરે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે. દરેક તાલુકા દીઠ એક સરકાર સંચાલિત એક પાંજરાપોળ બનાવવી જોઇએ.
તલિયારા – હિતેશકુમાર એસ. દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.