Vadodara

જાંબુવા ગામે પૂરની પરિસ્થિતિ વચ્ચે ટેન્કરચાલક ભયાવહ પાણીમાં ફસાયો

ટ્રકમાં ફસાયેલી બે વ્યક્તિનો ફાયરબ્રિગેડે સફળ બચાવ કર્યો, ગામમાં રાહતનો શ્વાસ

વડોદરા: જળબંબાકાર વચ્ચે જામ્બુઆ નદીના કિનારે એક ટેન્કર બે વ્યક્તિઓ ફસી ગઈ હતી. જેને લીધે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના પ્રયત્નોના કારણે આ બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

રેસ્ક્યુ દળોએ ઘટના સ્થળે તુરંત પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેનાથી મોટી દુર્ઘટના અટકાવવામાં આવી.

જામ્બુવા ગામમાં સર્જાયેલા જળબંબાકારને કારણે ચારે તરફ હાહાકાર જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને જામ્બુઆ નદીના ભયાનક સ્વરૂપને કારણે ગામ જાણે સરોવર બની ગયું છે. ગામના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસતા રોજિંદી જીવન પ્રભાવિત થયું છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

જામ્બુઆ નદીના કિનારે પાણીના વધતા પ્રવાહ વચ્ચે એક ટ્રકમાં બે વ્યક્તિઓ ફસાય ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ગ્રામજનો તરફથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ બચાવ દળ ઘટનાસ્થળે દોડી આવ્યું અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. કલાકો સુધી ચાલેલા પ્રયાસો બાદ આખરે ફાયરબ્રિગેડના જવાનોને સફળતા મળી હતી અને ટ્રકમાં ફસાયેલા બંને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


ગ્રામજનોમાં ચિંતા
જામ્બુઆ નદીના તોફાની પ્રવાહથી લોકજીવન પર મોટો પ્રભાવ પડ્યો છે. ગામમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. લોકોને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

જામ્બુવા ખાતે ચાલતી આ પરેશાનીઓ વચ્ચે તંત્રની ઝડપી કામગીરી અને બચાવ દળોનો પ્રયત્ન ગ્રામજનોમાં થોડીક રાહત પેદા કરી રહ્યો છે. પરંતુ, નદીના સતત વધતા પાણીને લઈને હજુ પણ ગામમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ યથાવત્ છે.

Most Popular

To Top