પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં આજે એક સોનેરી અવસર અંકિત થવા પામ્યો છે જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વન્ય અભ્યારણો પૈકીના શિવરાજપુર જાંબુઘોડા વન્ય અભ્યારણમાં વિહરતા દીપડા,રીંછ,વનીયાર જેવા અનેક પ્રકારના પશુઓને તેમજ અનેક પ્રકારના સરીસૃપ તેમજ પક્ષીઓને નજીકથી નિહાળવા તેમજ વન્યજીવ અને વન્યજીવનને જોવા અને માણવા તેમજ કુદરતે બક્ષેલા જંગલોના અદભુત સૌંદર્યને માણવા આજથી વડોદરા વન વિભાગના વાઇલ્ડ લાઇફ વિઝન દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ ખાતે જંગલ ટ્રેલ એટલે કે જંગલ સફારીનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલ નવી ભાટ ગામે આવેલી ભાટ ઇકો ટુરીઝમ ખાતેથી આજે શનિવારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ વડોદરા વન વિભાગના ડી.એફ.ઓ રવિરાજસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જંગલ સફારીના કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં જંગલ સફારી અંતર્ગત વન્ય રસિકો માટે ચાર નવીન ખુલ્લી જીપોને પણ કાર્યરત કરવામાં આવશે તેવી માહિતી મળી છે જ્યારે જંગલ સફારીની સાથો સાથ સુવેનિયર (સંભારણા) શોપને પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે જે સુવેનીયર શોપમાં જંગલ વિસ્તારને લગતી વિવિધ કપડાં સહિતની વસ્તુઓની ચીજ વસ્તુઓ મળશે જે જંગલ સફારી કરનાર વન્ય જીવ પ્રેમી સંભારણા તરીકે લઈ જશે તેવી માહિતી મળવા પામી છે જેમાં આજે ખુલ્લી જીપમાં સવાર થઈ સૌ પ્રથમવાર હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ અનેક મહાનુભવોએ જંગલ સફારીનો મજા માણ્યો હતો અને ભાટ ઇકો ટુરીઝમથી જાંબુઘોડા વન્ય જીવ અભ્યારણમાં જંગલ સફારીની સફરનો આનંદ લીધો હતો આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને જાંબુઘોડાના અગ્રણી મયંકકુમાર દેસાઈ તેમજ પંચમહાલ જિલ્લા સામાજિક વનીકરણ વિસ્તરણ રેન્જના અધિકારી મિલનબેન જાની, હાલોલ આર.એફ.ઓ સતિષભાઈ બારીયા,શિવરાજપુરના આર.એફ.ઓ રણવીરસિંહ પુવાર જાંબુઘોડા આર.એફ.ઓ શૈલેન્દ્રસિંહ રાહુલસિંહ, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,જાંબુઘોડા તાલુકા ભાજપ પ્રમુખ,હાલોલ શિવરાજપુરા અનેક જાંબુઘોડાના અનેક અગ્રણી મહાનુભાવો તેમજ વન વિભાગના કર્મચારીઓ અને વન્ય મંડળીઓના સદસ્યો તેમજ શિવરાજપુર ભાટ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.