Jambhughoda

જાંબુઘોડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયુ ,ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

પ્રતિનિધિ જાંબુઘોડા

જાંબુઘોડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી .

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરમીથી તોબા પોકારી ઊઠેલી પ્રજા છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેમ અસહ્ય ગરમીના કારણે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા. શનિવારે બપોર પછી એક વાતાવરણમાં પલટો આવતા. ત્યારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આકાશમાંથી કાચું સોનું વરસવા લાગતા આકાશમાંથી મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રજાએ અનુભવ્યો હતો.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી જાંબુઘોડા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકાથી કોઈપણ જાતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યો નહોતી. જ્યારે આજે આકાશમાંથી એકાએક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો અને નાના ભૂલકાઓએ વરસાદની મજા માણી હતી.

Most Popular

To Top