પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડા સહિત આજુબાજુના ગામડાઓ માં ઘણા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટને કારણે પ્રજા તોબા પોકારી ઉઠી હતી અને મેઘરાજા વરસે તેની કાગડોળે રાહ જોવાતી હતી. ત્યારે ગત રાત્રે વીજળી ના કડાકા ભડાકા સાથે જાંબુઘોડા સહિત તાલુકા માં મેઘરાજા ની પધરામણી થઈ હતી . જ્યારે બીજા દિવસે પણ વહેલી સવારે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતા ખેતી લાયક વરસાદ ને પગલે ધરતીપુત્રો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા પરંતુ વરસાદ પડતા જ વીજળી ગુલ થતાં લાંબા સમય સુધી વીજળી ન મળતા જાંબુઘોડા સહિત તાલુકા વાસીઓને વેઠવાનો વારો આવ્યો હતો. એમ.જી.વી.સી.એલ. ની પ્રીમોન્સુંન કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા. સવારે પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
જાંબુઘોડા તાલુકામાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર, વાતાવરણ માં ઠંડક પ્રસરી
By
Posted on