Godhra

જાંબુઘોડા ખાતે SGFIની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

ગોધરાની અન્ડર-૧૪ ટીમે મેદાન માર્યુ

પ્રતિનિધિ ગોધરા તા.12

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત શાળાકીય રમતોમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા જાંબુઘોડા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિજેતા બનેલી ટીમોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં અન્ડર-૧૪ વિભાગમાં ગોધરા તાલુકાનું પ્રતિનિધિત્વ મહુલિયા અને અછાલાની સંયુક્ત ટીમે કર્યું હતું. આ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાના અન્ય તાલુકાઓની ટીમોને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ગોધરાની ટીમે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
વિજેતા ટીમના મેનેજર અર્જુનસિંહ બારીયા અને લાભુભાઈ ગઢવી, તેમજ કોચ નગીનભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોએ શાનદાર દેખાવ કર્યો હતો. જિલ્લા કન્વીનરે વિજેતા ટીમના મેનેજર અને કોચનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વિજયથી મહુલિયા અને અછાલા ગામના બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

Most Popular

To Top