Jambhughoda

જાંબુઘોડા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

પ્રતિનિધિ જાંબુઘોડા

જાંબુઘોડા ખાતે આજરોજ ધારાસભ્યના હસ્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

જાણવા મળ્યા મુજબ આજ રોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીના રોજ જાંબુઘોડાની મધ્યમાં આવેલ પંચવટી ઉદ્યાન પાસે આજ રોજ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત અનેક મહાનુભવોના હસ્તે બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું પંચવટી ઉદ્યાન ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.


ત્યાર બાદ જાંબુઘોડા ની તાલુકા કુમાર શાળા ખાતે 8.5 કરોડ રૂપિયાની માતબર રકમના નવીન નવ ઓરડાઓનું ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ સહિતના અનેક મહાનુભવોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 7.15 કરોડની ગ્રાન્ટ તાલુકાની વિવિધ શાળાઓના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી સહિત અન્ય મહાનુભવો એ શાબ્દિક પ્રવચન કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા પછી જાંબુઘોડા તાલુકા માં કોલેજ, આઈ.ટી.આઈ. શૈક્ષણિક પ્રત્યે ધ્યાન આપવામાં આવતા જાંબુઘોડા તાલુકા સહિત આજુ બાજુ ના ગામો માં થી પણ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.



ત્યાર બાદ જાંબુઘોડા ના કાલીયાવાવ ખાતે આવેલ આંગણવાડીના સાત લાખ ના ખર્ચે બનેલ નવીન મકાનનું પણ ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ જાંબુઘોડા તાલુકા ના હીરાપુર ગામ ખાતે આવેલ કે.જી.બી.વી. સ્કુલ ખાતે 300 વિદ્યાર્થીની ઓ રહી શકે તેવી ઉત્તમ સુવિધા સાથે રૂપિયા ત્રણ કરોડ 98 લાખ રૂપિયા ની માતબર રકમથી તૈયાર કરવામાં આવેલ હોસ્ટેલ નું પણ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયદ્રથસિંહ જી પરમાર સહિત ના મહાનુભાવો ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ જી પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુર ધ્વજ સિંહ પરમાર, જાંબુઘોડા ભાજપ મંડળ પ્રમુખ રણજીતભાઈ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ લાલસીંગભાઇ બારીયા જાંબુઘોડા ના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ સહિત ભાજપ મંડળના હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી

Most Popular

To Top