Panchmahal

જાંબુઘોડાના પડીડેરી ગામમાં પાંચ ઘરમાં આગ, 50 લાખનું નુકસાન

જાંબુઘોડા તાલુકાના પડીડેરી ગામમાં આજે સવારે 3:30 વાગ્યાના સુમારે અચાનક પાંચ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં અંદાજિત 50 લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર જાંબુઘોડા તાલુકામાં આવેલું પડિડેરી ગામે આજરોજ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા સુમારે એક મકાનમાં અગ લાગી હતી. જોતજોતાં આગની ઝપેટમાં અન્ય ચાર મકાન આવી ગયા હતા. આ આગ ના બનાવમાં પાંચ મકાનમાં પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો, ઘરવખરી, તેમજ તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના આગની અંદર બળીને ખાક થઈ ગયા હતા. ઉનાળાનો સમય હોવાના કારણે પાંચ ઘરના સભ્યો ઘરની બહાર સુતા હોવાના કારણે કોઈ વ્યક્તિ ને જીવનુ જોખમ નથી થયું. આ પાંચ ઘરમાં બળી ને ખાક થયેલી કુલ નુકશાન અંદાજીત 50 લાખ ની આસપાસ જાણવા મળ્યું છે. આ ઉપરાંત વહેલી સવારે લાગેલી આગ ના બનાવ માં ફાયર બ્રિગેડ ને. કોલ કર્યો હતો પણ ફાયર બ્રિગેડ સવારે5 વાગે આવ્યું હતું. અને 6 વવાગ્યા સુધી આગને કાબુ લીધી હતી. ત્યાર સુધી મકાનો બળી ને ખાક થઈ ગયા હતા.

Most Popular

To Top