પતિ લગ્નબાહ્ય સંબંધો રાખી પત્નીને ત્રાસ આપતો તથા પિયર મોકલી દેવાની ધમકી આપતો હતો
અભયમની ટીમે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કાયદાકીય સમજ આપી ભાન ભૂલેલા પતિને સમજણ આપતાં પતિએ માફી માંગી

(પ્રતિનિધિ) વડોદરા તા. 04
શહેરના જાંબુઆ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાના લગ્નજીવનને 17 વર્ષ થયાં છતાં પતિએ અન્ય મહિલા સાથે લગ્નબાહ્ય સંબંધોને કારણે ઘરની જવાબદારી ન લ ઇ પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી તેને પિયર કાઢી મૂકવાની ધમકી આપી માનસિક રીતે ત્રાસ આપતા પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ અભયમની મદદથી પતિની શાન ઠેકાણે લાવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જાંબુઆ વિસ્તારમાં એક મહિલાએ અભયમની ટીમને ફોન કરીને મદદ માંગી હતી જેમાં તેણીએ જણાવ્યા અનુસાર પતિ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું જેથી અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી મહિલાને સમગ્ર મામલે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન સમાજના રિવાજ મુજબ થયા હતા અને લગ્નને 17 વર્ષ થયાં છે લગ્નજીવન દરમિયાન તેઓને બે દિકરાઓ છે જેઓ 14 અને 15 વર્ષના છે.મહિલાનો પતિ નોકરી કરે છે પરંતુ છેલ્લા છ મહિનાથી પતિ અન્ય મહિલા સાથે સંપર્ક રાખે છે જેના કારણે ઘરમાં જવાબદારી લેતા નથી અને પત્ની સાથે દૂરવ્યવહાર કરે છે અને માનસિક ત્રાસ આપે છે.પતિ ઘરની જવાબદારી લેતા ન હોય મહિલા લોકોના ઘરે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે આખરે મહિલાએ ઘરકામ બંધ કરતા પતિએ પત્નીને પોતાના પિયરમાં કાઢી મૂકવાની ધમકી આપતો હતો.થોડાક દિવસ પહેલાં એ મહિલા પાસેથી પતિએ રૂ.500 લીધા હોય તે મહિલાએ પતિના ફોન પર કોલ કરી ગેરવર્તન કર્યું હતું આ બાબતે પત્નીને પતિને પૂછતાં તે પત્ની પર ભડક્યો હતો અને માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલતા એક તબક્કે પત્નીએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો પરંતુ બે દીકારાઓના ભવિષ્યની ચિંતા કરી આ વિચાર પડતો મૂક્યો હોવાની કફિયત રજૂ કરતાં 181 મહિલા અભયમની ટીમે મહિલાના પતિને કાયદાકીય સમજ સાથે જ ઘરેલું હિંસા અધિનિયમ મુજબ સમજણ આપતાં પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્નીની માફી માંગી હતી અને હવે પછીથી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે તેવી બાંહેધરી આપી હતી.આમ અભયમે હવે પછી કોઇપણ પ્રકારનો ત્રાસ પત્નીને આપ્યો તો કાયદેસરની કાર્યવાહી ની સૂચના આપી એક પરિવારને તૂટતાં બચાવ્યું હતું.